અમદવાદ
અમદાવાદના પતિ-પત્ની કે જેમના લગ્ન ૧૧ વર્ષ પહેલાં થયા હતા. તેમને ૪ વર્ષના ૨ ટિ્વન્સ એટલે કે જાેડયા સંતાન છે. થોડા સમય અગાઉ બન્ને વચ્ચે મતભેદ થતા પત્ની એ પતિ સાથે સંબંધ તોડી નાખ્યા હતા અને બે બાળકો સાથે અલગ રહેવા લાગ્યા હતા. બાદમાં પતિએ બાળકોની કસ્ટડી મેળવવા માટે ફેમિલી કોર્ટમાં દાવો કર્યો હતો. જે સંદર્ભે ફેમિલી કોર્ટે પતિને ફેમિલી કોર્ટ કેમ્પસમાં આવેલા ચિલ્ડ્રન કોમ્પલેક્ષમાં બાળકોને મળવા જવાની પરવાનગી આપી હતી. જેની સામે અરજદાર પતિએ ગુજરાત હાઇકોર્ટમાં ફેમિલી કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો.ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ ફેમિલી કોર્ટના હુકમ સામે નારાજગી વ્યક્ત કરતા અરજદાર પિતાને બાળકને કોર્ટ પરિસરનીની જગ્યાએ અરજદાર પતિના ઘરે જ બાળકોને સવારથી સાંજ સુધી મળવાનું વચગાળાનો હુકમ કર્યો છે. આ મામલે અગાઉ ફેમિલી કોર્ટ તરફથી બાળકોને ફેમિલી કોર્ટ પરિસરમાં સ્થિત ચિલ્ડ્રન કોમ્પ્લેક્સમાં બાળકને મળવા દેવા માટેનો અધિકાર આપવામાં આવ્યો હતો. પરંતુ આ મામલે જસ્ટિસ જે.બી પારડીવાલા અને જસ્ટિસ નિરલ મહેતાની ખંડપીઠે નારાજગી વ્યક્ત કરી હતી અને ફેમિલી કોર્ટના આદેશને વિચિત્ર અને અયોગ્ય ગણાવ્યો હતો. આ મામલે સુનાવણી દરમિયાન જસ્ટિસ પારડીવાલાએ કહ્યું હતું કે, બાળકોને કોર્ટ પરિસરમાં કેમ લાવવા જાેઈએ! પ્રતિવાદી માતાને પણ એ ટકોર કરી કે, કોર્ટ પરિસરની જગ્યા એ તેમને અન્ય વ્યવસ્થા કરવી જાેઈતી હતી. સાથે સાથે એ પણ કહ્યું કે, મોલમાં મળવાની વ્યવસ્થા કરવામાં શું ખર્ચ નડે છે! કોર્ટે એવું પણ અવલોકન કર્યું કે, બાળક મળવા દેવા અને સ્થળ નક્કી કરવા બાબતમાં પતિ-પત્નીના અહંકાર વચ્ચે આવી રહ્યો છે. બાળક પર જેટલો હક માતાનો છે, એટલો જ હક પિતાનો પણ છે. પતિ-પત્ની વચ્ચે કંઈ પણ હોય પરંતુ બાળક પર તેની અસર ન થવી જાેઈએ. જેને લઇને હાઇકોર્ટે મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે અરજદાર પતિને પત્નીના ત્યાં જઈને સવારે ૧૦ વાગ્યે બાળકને લેશે અને તેના ઘરે લઈ જશે. જે બાદ સાંજે પાંચ વાગ્યે ફરીથી તેની પત્નીના ઘરે છોડવાનું રહેશે. આ દરમિયાન તેણે પોતાના બાળકો પૂરતી તકેદારી રાખવાની પણ રહેશે. એવો હુકમ કર્યો છે