વડોદરા
વડોદરા કોર્પોરેશન ખાતે મળેલી બેઠકમાં ડભોઈના ધારાસભ્યએ જણાવ્યું હતું કે ,વડોદરા મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં કોન્ટ્રાક્ટર રાજકમલ અને ડી.આર.પટેલ એસોસિયેટને કામગીરીનું વળતર નહીં ચૂકવાતાં કોર્પોરેશનને લેખીતમાં જાણ કરી કામગીરી બંધ કરી છે. સરકારમાંથી જે ગ્રાન્ટ આવે છે તે અન્ય કામોમાં વાપરવી જાેઈએ નહીં. કોન્ટ્રાક્ટર દ્વારા આવી રીતે કામગીરી બંધ કરવામાં આવે તો વડોદરા મહાનગરપાલિકા માટે શરમજનક બાબત છે આ માટે મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલ નું પણ ધ્યાન દોર્યું છે. વધુમાં જણાવ્યું હતું કે કામગીરી પ્રમાણે ગ્રાન્ટમાંથી વળતર ચૂકવવાનું નક્કી હોય છે. પરંતુ આ પ્રકારની ઘટના દુઃખદ કહી શકાય.વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશન તરફથી પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનાની કામગીરીના નાણાં નહીં ચૂકવાતા નામાંકિત બે બિલ્ડરોએ કામગીરી બંધ કરી હોવાનું લેખિતમાં કોર્પોરેશનને આપવા મામલે ધારાસભ્યએ વડોદરાકોર્પોરેશન માટે શરમજનક બાબત ગણાવી છે.


