વડોદરા
વાડી વિસ્તારમાં વડોદરા ગેસ કંપનીની ત્રણ ટીમો દ્વારા કાર્યવાહી શરૂ થતાં સવારથી બપોર સુધીમાં બાકી રકમને ધ્યાનમાં રાખી ૫ કનેક્શન આપવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક લોકોના મકાનમાં મીટર લગાવ્યા વિના ગેસ કનેક્શન બાયપાસ કરી વધારાનું કનેક્શન મેળવી લઈને ઉપયોગ કરતા હોવાનું જણાઈ આવ્યું હતું. એવા સાત ગેસ કનેક્શન પર મીટર લગાવવાની કામગીરી હાથ ધરી હતી. આ અંગે શૈલેષ પંચાલ જણાવ્યું હતું કે, વડોદરા ગેસ કંપની દ્વારા બાકી નાણાંની વસુલાત અને ગેરકાયદે ગેસ કનેકશન અંગે વાડી ઝોન વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે. જેમાં સ્થળ ઉપર ગેસ બીલના નાણાં બાકી હોય તેવા ગ્રાહકો પાસેથી બપોર સુધીમાં રૂપિયા અઢી લાખની વસુલાત કરવામાં આવી છેવડોદરા શહેરના સંવેદનશીલ એવા વાડી વિસ્તારમાં વડોદરા ગેસ કંપની દ્વારા આજે ગેસ બીલની બાકી વસુલાત અને ગેરકાયદે ગેસ કનેક્શન ઝડપી પાડવા માટે આજે પ્રથમવાર પોલીસની મદદ લઇ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આજે બપોર સુધીમાં બાકી નાણાં માટે પાંચ કનેક્શન કાપ્યા હતા અને મીટર લગાવ્યા વિના બાયપાસ કરેલા ૭ કનેક્શન ઝડપી પાડયા હતા. વડોદરા મહાનગરપાલિકા અને ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સંયુક્ત સાહસ વડોદરા ગેસ કંપનીના ડાયરેક્ટર શૈલેષ નાયકની સૂચનાથી સ્વપ્નિલ શુક્લ, શૈલેષ પંચાલ અને વિરલ શાહની ત્રણ ટીમ બનાવી પ્રથમ વખત પોલીસની મદદ લઇને વડોદરાના સંવેદનશીલ વિસ્તારમાં ચેકિંગ શરૂ કર્યું હતું. છેલ્લા કેટલાક વર્ષથી ગેસ બીલ ભરપાઈ નહીં કરતા ગેસ ગ્રાહકો સામે આજે કડક કાર્યવાહી કરી હતી. છેલ્લા ૫ વર્ષ દરમિયાન વડોદરા ગેસ કંપનીના વાડી ઝોન વિસ્તારના રૂપિયા ૫ કરોડ જેવી માતબર રકમ ભરપાઈ નહીં થતા આખરે આજે ગેસ કનેક્શન કાપવાની શરૂઆત કરી હતી.


