પ્રાંતિજ તાલુકાની ૭૫ આંગણવાડી કેન્દ્રો ખાતે ઇનોવેશન પાઈલોટ પ્રોજેકટ હેન્ડ હાઈજીનની તાલીમ યોજાઇ
સાબરકાંઠા જીલ્લાની પ્રાંતિજ તાલુકાની ૭૫ આંગણવાડી કેન્દ્રો ખાતે ઇનોવેશન પાઈલોટ પ્રોજેકટ હેન્ડહાઈજીન કાર્યરત છે. ભારત સરકારના પોષણ અભિયાન અંતર્ગત તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૦ અને તા. ૦૧ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ સી.ડી.પીઓશ્રી, મુખ્ય સેવિકા અને આંગણવાડી વર્કર બહેનોને હેન્ડહાઈજીનની તાલીમ પ્રાંતિજના વદરાડના સેન્ટર ફોર એક્સેલેન્સ ખાતે આપવામાં આવી હતી.આ તાલીમમાં હાથ ધોવાની સાચી પધ્ધતી, પીવાના પાણીની શુધ્ધતા, શૌચાલયની સ્વચ્છતા, આંગણવાડીની સ્વચ્છતા, આંગણવાડી કેન્દ્રોની આસ-પાસના ભાગમાં સ્વચ્છતા તથા આંગણાવાડી કેન્દ્રોના બાળકોના વાલીઓને પણ આજ રીતે સ્વચ્છતા અંગે જાગૃત કરવા સમજાવામાં આવ્યું હતું. આ તાલીમમાં જીલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી આઈ.સી.ડી.એસ. તેજલબેન, તાલુકા વિકાસ અધિકારીશ્રી પ્રાંતિજ, પોષણ અભિયાન કો-ઓર્ડીનેટર શ્રી અમીતકુમાર સુથાર, યુનીસેફકન્સલ્ટ શ્રી હેલમરાજસોલંકી અને નિપી કન્સલન્ટન શ્રીભરતભાઈ ગીઠી હાજર રહયા હતા.
ઉમંગરાવલ સાબરકાંઠા 6353933736


