Gujarat

બાઈડને સંસદમાં મોકલ્યું ઈમિગ્રેશન બિલ, USAમાં 5 લાખ ભારતીયો માટે ગ્રીનકાર્ડનો માર્ગ મોકળો

વૉશિંગ્ટન: અમેરિકાના નવા રાષ્ટ્રપતિ (US President) જો બાઈડને (Jo Biden) બુધવારે ઈમિગ્રેશન બિલ (US Immigration Reform Bill) સંસદમાં મોકલી દીધુ છે. ઈમિગ્રેશન સબંધિત આ બિલમાં વ્યાપક સુધારાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. આ સુધારા થકી અમેરિકામાં રહેતા લાખો ભારતીયોના (Indian In USA) ગ્રીન કાર્ડનો માર્ગ મોકળો બની શકે છે. US સિટિઝનશિપ એક્ટ ઑફ 2021 (US Citizenship Act) નામના આ બિલમાં ગ્રીન કાર્ડ (US Green Card) માટે દરેક દેશ માટેના નક્કી કરેલા ક્વોટાની વ્યવસ્થાને ખતમ કરવાનો પ્રસ્તાવ પણ છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે, આ પગલાથી લાખો ભારતીય (Indian In USA) આઈટી પ્રોફેશન્લને ફાયદો થઈ શકે છે. તેઓ વર્ષોથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યાં છે. આ કાર્ડ મળવાથી અમેરિકામાં કાયમી વસવાટ અને કામ કરવાનો અધિકાર મળી જાય છે.

આ બિલમાં (US Immigration Reform Bill) H1-B વિઝા ધારકો પર ડિપેન્ડેડ લોકોને કામ કરવાનો અધિકાર આપવાની પણ રજૂઆત કરવામાં આવી છે. અમેરિકામાં આ વિઝા પર મોટી સંખ્યામાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સ કામ કરી રહ્યાં છે.

એક અંદાજ મુજબ, અમેરિકામાં અંદાજે 1.1 કરોડ લોકો કોઈ ડૉક્યુમેન્ટ્સ વિના રહે છે. જેમાંથી 5 લાખ ભારતીયો પણ હોવાનું કહેવાય છે. આ બિલ (US Immigration Reform Bill) પાસ થવા પર આવા લોકોને નાગરિક્તા મળવાનો માર્ગ મોકળો થઈ શકે છે. ટ્રમ્પે H1-B વિઝા અને ગ્રીન કાર્ડ સહિત નાગરિક્તાના નિયમો ખૂબ જ કડક કરી રાખ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ (US President) બન્યાના તરત બાદ જો બાઈડને (Jo Biden) પોતાના કાર્યકાળના પ્રથમ દિવસે જ 17 કાર્યકારી આદેશો પર હસ્તાક્ષર કરીને પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની અનેક વિદેશ નીતિઓ અને રાષ્ટ્રીય સુરક્ષા સંદર્ભના નિર્ણયોને પલટી નાંખ્યા છે.

આ નિર્ણયોમાં પેરિસ ક્લાઈમેટ ચેન્જ સમજૂતિમાં ફરીથી જોડાવવા, WHO થી અમેરિકાના અલગ થવાની પ્રક્રિયા પર રોક, 17 મુસ્લિમ અને આફ્રિકન દેશોના નાગરિકોના પ્રવાસ પર લાગેલા પ્રતિબંધો હટાવવા સાથે જ મેક્સિકો બોર્ડર પર દીવાલ બનાવવાના કામ પર રોક લગાવવાના નિર્ણય સામેલ છે.

 

 

Jo-Biden.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *