Gujarat

બારડોલીના હરિપુરામાં નેતાજીની જયંતિ નિમિત્તે ખાસ કાર્યક્રમ, CM રૂપાણી રહ્યાં હાજર

Netaji Birth Anniversary: “તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા..! જય હિન્દ” જેવા નારાથી સ્વતંત્રતાની લડાઈમાં નવા પ્રાણ ફૂંકનારા નેતાજી સુભાષ ચંદ્ર બોઝની (Subhash Chandra Bose) આજે 125મીં જયંતિ છે. કેન્દ્ર સરકારે નેતાજીના જન્મદિનને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે, ત્યારે આજે દક્ષિણ ગુજરાતના બારડોલી તાલુકાના હરિપુરા ગામે નેતાજીને (Netaji Subhash Chandra) ખાસ યાદ કરવામાં આવ્યા છે.નેતાજીની જન્મજયંતિ (Netaji Birth Anniversary) નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી (Gujarat CM) વિજય રૂપાણી (Vijay Rupani) અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ (CR Patil) સુરત જિલ્લાના બારડોલી તાલુકાના હરિપુરા પહોંચ્યા હતા. જ્યાં એક વિશેષ બળદગાડા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ બન્ને મહાનુભાવોએ સવારી કરી હતી.

હરિપુરા સાથે નેતાજી સુભાષચંદ્ર બોઝની (Subhash Chandra Bose) ખાસ યાદો જોડાયેલી છે. આ એજ સ્થળ છે, જ્યાં નેતાજી (Netaji Subhash Chandra) 83 વર્ષ પહેલાં કોંગ્રેસના (Congress) અધિવેશનમાં ભાગ લેવા માટે આવ્યા હતા. જેની આગેવાની સુભાષ ચંદ્ર બોઝે કરી હતી. આ અધિર્વેશનમાં ભાગ લેવા માટે નેતાજી જે બળદગાડામાં બેસીને આવ્યા હતા, તેને યાદગીરી તરીકે આજે પણ ત્યાં જ સાચવીને રાખવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, નેતાજીની જયંતિ (Netaji Birth Anniversary) પર દેશભરમાં આયોજિત કાર્યક્રમોમાં એક ખાસ કાર્યક્રમ ગુજરાતના હરિપુરામાં થશે. તમે પણ એમાં જોડાવો. તેમણે જણાવ્યું હતું કે, હરિપુરામાં યોજાનારો આ કાર્યક્રમ નેતાજીના યોગદાન પ્રત્યે દેશની શ્રદ્ધાંજલિ હશે.

PM મોદીએ નેતાજીની જયંતિ (Netaji Birth Anniversary) પર 23 જાન્યુઆરી 2009નો એ દિવસ યાદ કર્યો, જ્યારે તેમણે હરિપુરાથી ઈ-ગ્રામ વિશ્વગ્રામ પરિયોજનાની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, હું હરિપુરાના લોકોને પ્રેમ ક્યારેય નહીં ભૂલી શકું. જેમણે મને એ રસ્તા પર યાત્રા નીકાળવાનું સૌભાગ્ય આપ્યું, જેના પર 1938માં નેતાજીને લવાયા હતા. તેમની યાત્રામાં એક સુશોભિત રથ પણ હતો, જેને 51 બળકો ખેંચી રહ્યાં હતા. મેં એ સ્થળની મુલાકાત લીધી હતી, જ્યાં નેતાજી રોકાયા હતા. આ સાથે જ PM મોદીએ પોતાના હરિપુરા પ્રવાસના કેટલાક ફોટાઓ પણ શેર કર્યા હતા.

 

CM-Rupani2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *