Gujarat

બિનઅધિકૃત વનસ્પતિ જન્ય લીલા ગાંજાના વાવેતર કરેલ ખેતરોમાથી ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડતી છોટાઉદેપુર એસ.ઓ.જી.પોલીસ

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી ગુજરાતમાં નશીલા પદાર્થની બદી સદંતર નેસ્ત નાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા અને યુવાધનમાં નશીલા પદાર્થોનો વધતો વ્યાપ રોકવા સારૂ એન.ડી.પી.એસ. એકટ હેઠળની કામગીરી કરવા સુચના કરેલ હોય  જે અનુસંધાને
પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ આપેલ જરૂરી સુચના અને માર્ગદર્શન અનુસંધાને  જે.પી.મેવાડા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. છોટાઉદેપુર નાઓએ એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે (૧) સીલદારભાઇ ગુમાનભાઇ રાઠવા (૨) તામાભાઇ લચ્છુભાઇ રાઠવા રહે. ઉમઠી ,બારી ફળીયા તા.કવાંટ જી.છોટાઉદેપુરનાઓ પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાન પાસેના વાડા (ખેતર)માંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ  ગાંજાનાછોડનુ ગેરકાયદેસર વાવેતર કરેલ હોવાની મળેલ માહિતી આધારે સદર જગ્યાયે શ્રી  કે.એ.ડાભી પોલીસ ઇન્સપેક્ટર મહિલા પોલીસ સ્ટેશન છોટાઉદેપુરનાઓની સાથે સરકારી પંચો તથા એફ.એસ.એલ.અધિકારી તેમજ તલાટી કમ મંત્રી નાઓને સાથે રાખી રેઇડ કરતા આરોપી નં.૧ હાજર મળી આવેલ તથા આરોપી નં.૨ નાનો હાજર મળી આવેલ નહિ જેઓના કબ્જા ભોગવટાના વાડા(ખેતર) માથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના છોડ નંગ-૧૨૭ જેનું કુલ વજન ૨૪૦.૭૦૦ ગ્રામ, કિમત રૂપીયા ૨૪,૦૭,૦૦૦/- નો મળી આવતા મુદ્દામાલ કબજે કરી તેઓના વિરૂધ્ધમાં નારકોટિકસ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (1985) ની કલમ કલમ 8-(C), 20(B) II, (C) 29 મુજબનો ગુનો કવાંટ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરી બે પૈકી એક આરોપીને પકડી પાડેલ છે.
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20211116-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *