Gujarat

બૂપતભાઈ ભોળાભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ અને નાયબ નિયામક અનું.જાતિ કલ્યાણ જામનગરના સંયુક્ત ઉપક્રમે જામનગરના પૂરગ્રસ્ત પરિવારોને રાશનકીટ અર્પણ કરાઇ

જામનગરના પૂરગ્રસ્ત સ્થિતિમાં જે ગરીબ પરિવારો કે જેઓ રોજીંદુ લાવી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે જેઓ આ સ્થિતિમાં ઘરનું અનાજ કરિયાણું અને જીવન જરૂરી પાયાની સુવિધા મેળવવા મુશ્કેલી અનુભવતા હતા તેવા પરિવારોને બૂપતભાઈ ભોળાભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા મદદ કરવાના હેતુથી ડૉ.ઘનશ્યામ વાઘેલા નાયબ નિયામક અનું. જાતિ કલ્યાણ જામનગરનો સંપર્ક કરી મદદરૂપ થવા જાણ કરવામાં આવી. આ કામગીરી માટે સરકારી છાત્રાલયના સેવાભાવી કોન્ટ્રાકટર શ્રી હસમુખભાઈ સાદિયને અનાજ કરિયાણાની કીટ બનાવવાની જવાબદારી સોંપાઈ જેઓએ ઓછા ખર્ચ સારામાં સારી અનાજ કરિયાણું મળી રહે તેવું આયોજન કર્યું. કચેરીના રણછોડભાઈ શિયાર મદદનીશ મેનેજર દ્વારા બે ત્રણ ગામોનો પ્રાથમિક સર્વે કરી સામાજિકઆર્થિક મુશ્કેલીઓ વગેરે બાબતોને ધ્યાને લઇ જરૂરિયાતમંદ કુટુંબોની યાદી તૈયાર કરવામાં આવી.

                  આમબૂપતભાઈ ભોળાભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ અને નાયબ નિયામક અનું.જાતિ કલ્યાણ જામનગરના સંયુક્ત ઉપક્રમે પૂરમાં નુકસાન પામેલા ગરીબ પરિવારોને અનાજકરિયાણું અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની રાશનકીટ આપવામાં આવી. આ રાશનકીટમાં ખાંડચામસાલા તેલમગની દાળઘઉંનો લોટ,ચણા વગેરે વસ્તુઓ પરિવારદીઠ આપવામાં આવી હતી.

                  આ કામગીરીમાં અનું.જાતિ કલ્યાણ જામનગરના નિરીક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા અને દીપકભાઈ અને પટ્ટાવાળા રમેશભાઈ અને ખીજડીયા ગામના શિક્ષક શ્રી વિજયભાઈ મકવાણા અન્ય સ્ટાફ પણ મદદરૂપ રહ્યા હતા.

rashankit-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *