Gujarat

બોટાદ જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વતંત્રતા આંદોલન વિષય પર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

બોટાદ
એક ખુબજ સારી નવી પહેલ તરીકે, બોટાદ જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વતંત્રતા આંદોલન વિષય પર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે મીનીસ્ટ્રી ઓફ કલ્ચરલ,ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જુદી-જુદી ત્રણ ઉજવણી કરવાની યોજના અમલી બનાવવામાં આવી છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં સ્વતંત્રતા આંદોલન વિષય પર રંગોળી મેકિંગની જિલ્લાકક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટેની વયમર્યાદા ૧૬ થી ૪૫ વર્ષની રહેશે. આ સ્પર્ધામાં ભાગ લેવા અંગેનું રજીસ્ટ્રેશન ૧૫, ડીસેમ્બર-૨૦૨૧ સુધીમાં અને ત્યારબાદ એક સાદા કાગળ પર નામ, સરનામું, મોબાઈલ નંબર, ઉમર, પ્રમાણપત્ર તા.૧૫/૧૨/૨૦૨૧ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીને જિલ્લા રમત ગમત અધિકારી કચેરી જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે પહોચતી કરવા જણાવાયું છે.
આ સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકે રંગોળી બનાવવાની તમામ સામગ્રી જાતે લાવવાની રહેશે. રંગોળી સ્પર્ધામાં પેન્સિલ/ચોકનો ઉપયોગ થઈ શકશે નહિ. તમામ સ્પર્ધકને ૪*૪ ફૂટની જગ્યા રંગોળી બનાવવા માટે આપવામાં આવશે અને આ રંગોળી સ્પર્ધકે ૧૫૦ મિનીટ (અઢી કલાક)માં પૂર્ણ કરવાની રહેશે

Rangoli-competition.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *