બોટાદ:
બોટાદ જિલ્લા કર્મચારી મહામંડળના નેઝા હેઠળ જુની પેન્શન યોજના પુન: શરૂ કરવા જિલ્લા અધિક કલેકટશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા જુની પેન્શન યોજના શરૂ કરવા ગઠન કરેલી ટીમ દ્વારા ઓકટોબર માસથી જાન્યુઆરી માસ દરમિયાન કેટલાંક કાર્યક્રમો જાહેર કરેલા છે. જેના ભાગરૂપે આજ રોજ જિલ્લા અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજુઆત કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાત રાજ્યમાં ઓકટોબર માસમાં સફળતા પૂર્વક સંપર્ક અભિયાન હાથ ધરેલ હતું. આમ નવેમ્બર માસમાં રાજ્યના તમામ જિલ્લા કલેકટરશ્રીઓને આવેદનપત્ર આપવાનું નિર્ધાર કરેલ હોય જે અંતર્ગત બોટાદ જિલ્લા કર્મચારી મંડળ દ્વારા આજ રોજ જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે બોટાદ અધિક જિલ્લા કલેકટરશ્રીને આવેદન પત્ર આપી જૂની પેન્શન યોજના પુન:શરૂ કરવા લેખિત રજૂઆત કરવામાં આવી હતી. વધુમાં જો આગામી સમયમાં જૂની પેંશન યોજના પુનઃ શરૂ કરવામાં નહીં આવે તો બોટાદ જિલ્લા સહિત ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓ દ્વારા આગામી દિવસોમાં વધુ જલદ કાર્યક્રમો કરવામાં આવશે.
બોટાદ જગદીશ એચ મારૂ
9998652874


