ગાંધીનગર
દેશની એક માત્ર ગાંધીનગર લોકસભામાં ક્રિકેટ અને કબડ્ડી ટુર્નામેચનું આયોજન થઈ રહ્યું છે. આ લીગનું નામ કલમ ૩૭૦ પર રાખવામાં આવ્યું છે. જાેકે, આ લીગમાં જે યુવાનો નામ મતદાર યાદીમાં છે, તેઓને (યુવાન) મતદારોને ભાજપ તરફી બનાવવા માટે ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. તે માટે ક્રિકેટ અને કબડ્ડીની પસંદગી કરવામાં આવી છે. દરેક વોર્ડમાં ઓછામાં ઓછી બે ટીમો (ક્રિકેટ અને કબડ્ડી માટે દરેક) રાખવા અંગે આયોજન કરવામાં આવી રહ્યું છે. યોજના સમગ્ર મતવિસ્તાર માટે એક કબડ્ડી ટુર્નામેન્ટ અને સાત ક્રિકેટ ટુર્નામેન્ટ, તેના સાત વિધાનસભા વિસ્તારો માટે એક-એક આયોજન કરવાની છે. ટીમોની નોંધણી પહેલાથી જ ચાલુ છે, જેમાં વિધાનસભા વિસ્તારો વેજલપુર, ઘાટલોડિયા, નારણપુરા, સાબરમતી, કલોલ, ગાંધીનગર (ઉત્તર) અને સાણંદ સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ક્રિકેટ અને કબડ્ડીની રમતનું ભવ્ય આયોજન કરવમાં આવી રહ્યું છે. ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગના નામે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ય્ન્ઁન્ લીગ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર લોકસભાની સાત વિધાનસભામા ૧૫૦૦ જેટલી ક્રિકેટ ટીમ અને ૪૦૦ જેટલી કબડ્ડીની ટીમો મેદાને ઉતારશે. જેનું ઉદ્ધાટન અને સમાપન સમારોહ કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહ કરશે જેની રુપરેખા હાલ ઘડાઈ રહી છે.
ગુજરાતના ગાંધીનગરમાં ભાજપ દ્વારા ક્રિકેટ અને કબડ્ડી લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના લોકસભા મતવિસ્તારમાં યોજશે. આ લીગ ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ ૩૭૦ અથવા ય્ન્ઁન્ ૩૭૦ના લેબલ હેઠળ ક્રિકેટ અને કબડ્ડીમાં ટુર્નામેન્ટ યોજવાનું આયોજન હાલ પુરજાેશમાં ચાલી રહ્યું છે. આ કાર્યક્રમ થકી મહત્તમ સંખ્યામાં યુવાનોને ભાજપની વિચારસરણી તરફ વળે તેવા આશ્રય આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રદેશ ભાજપના સૂત્રો દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, ૨૦૦૭થી ગુજરાત ક્રિકેટ એસોસિએશન (ય્ઝ્રછ) સાથે સંકળાયેલા અમિત શાહ ક્રિકેટ પ્રત્યે ઉમદા રુચિ ધરાવે છે. ત્યારે રાજ્ય સરકાર ખેલ મહાકુંભ દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાના માટે વારંવાર રમતગમત આયોજન થયા છે. ત્યારે અમિતશાહના સસદીય ક્ષેત્રમાં આ (ક્રિકેટ અને કબડ્ડી ટુર્નામેન્ટ)નું આયોજન થઈ રહ્યું છે


