Gujarat

ભારતમાં પતંગ ચગાવવા ગુનો! ₹ 10 લાખના દંડ સાથે થઈ શકે છે જેલ

  • ઈન્ડિયન એરક્રાફ્ટ એક્ટ અનુસાર પતંગ ચગાવવા માટે પરવાનગી લેવી જરૂરી
  • આ એક્ટમાં પતંગને એરક્રાફ્ટ માનવામાં આવે છે

Uttarayan 2021: દેશવાસીઓમાં ઉત્તરાયણના તહેવારને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતમાં અલગ-અલગ રીતે આ તહેવાર મનાવવામાં (Uttarayan Celebration) આવે છે. અનેક શહેરોમાં ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવામાં (Kite Festival) આવે છે.

એમાંય ખાસ કરીને ગુજરાતમાં તો ઉત્તરાયણના દિવસે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. જ્યારે દિલ્હીમાં 15 ઓગસ્ટના દિવસે લોકો પતંગ ઉડાવે છે, પરંતુ શું તમે જાણો છો કે, પતંગ ઉડાડવો તમને મોંઘો પણ પડી શકે છે. જી હાં…ભારતના એક કાયદા અનુસાર, પતંગ ચગાવવો ગુનો છે.

તમને ભલે જાણીને નવાઈ લાગે, પરંતુ આ સાચુ છે કે, ભારતમાં પતંગ ચગાવવો (Kite Flying) કાયદેસરનો ગુનો છે. આમ પણ પતંગના કારણે અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે, તો અનેક લોકો ઘાયલ થઈ જાય છે. જ્યારે પક્ષીઓને પણ પતંગની દોરીના કારણે ઘણું જ નુક્સાન થાય છે. જો કે પતંગ ચગાવવો ગેરકાયદેસર છે, તેના વિશે તમે કદાચ નહીં જાણતા હોવ.. તો ચાલો આજે જાણીએ પતંગ ચગાવવા અંગે આપણો કાયદો શું કહે છે?

ભારતમાં ઈન્ડિયન એરક્રાફ્ટ કાયદા (Indian Aircraft Act) મુજબ, પતંગ ચગાવવો (Kite Flying)ગેરકાયદેસર માનવામાં આવે છે. જો તમે પતંગ ચગાવવા પણ ઈચ્છો, તો તમારે પહેલા તેની પરમિશન લેવી પડશે. ઈન્ડિયન એરક્રાફ્ટ એક્ટ અનુસાર, કોઈ પણ એરક્રાફ્ટ ઉડાવતા પહેલા તમારે મંજૂરી લેવી જરૂરી છે. એક્ટ મુજબ, કોઈ પણ એરક્રાફ્ટ કે મશીન, જેને હવામાં ઉડાવી શકાય છે, તેના માટે ફરજિયાત મંજૂરી લેવી પડે છે.

આ કાયદામાં (Indian Aircraft Act) એર શિપ, પતંગ, ગ્લાઈડર્સ, બલૂન અને ફ્લાઈંગ મશીનને પણ એરક્રાફ્ટની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. આથી સ્પષ્ટ છે કે, પતંગ ચગાવવા માટે તમારે પરમિશન લેવી જરૂરી છે. જો કોઈ આ કાયદાનું ઉલ્લંઘન કરે, તો તેના માટે 2 વર્ષની જેલની સજા અને 10 લાખ રૂપિયાના દંડ સુધીની જોગવાઈ છે.

ઉલ્લેખનીય છે કે, એરક્રાફ્ટ એક્ટ 1934ના (Indian Aircraft Act) સેક્સન 11 અનુસાર, ખોટી રીતે એરક્રાફ્ટ ઉડાડવા પર 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જ્યારે આ કાયદાને 2008માં સંશોધિત કરવામાં આવ્યો હતો. અગાઉ આ એક્ટમાં 6 મહિનાની જેલની સજા અને 10 હજાર રૂપિયાના દંડની જોગવાઈ હતી, જેને હવે વધારી દેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *