Gujarat

ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના નેજા હેઠળ અમદાવાદ અને બોટાદ જિલ્લાના અનેક લોકો રોજગારી મેળવી રહ્યા છે

લોકલ ફોર વોકલ, ખાદી કામનો વિકાસ એટલે ગામડાંઓનો વિકાસ
ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળમાં બનતું ખાદી ભારતના ઠંડા પ્રદેશો કાનપુર, દિલ્હી, લખનૌ, ચંડીગઢ, વારાણસીમાં વેચાય છે..
ભાલ પ્રદેશમાં આવા એક મુનિએ આખા વિસ્તારના વિકાસ માટે જે અદ્દભૂત કામ કર્યું છે વયક્તિક મોક્ષના બદલે સમાજના મોક્ષની સાધનાને પ્રાથમિકતા આપનાર સંત સંતબાલજીએ ભાલપ્રદેશનાં પ્રશ્નો જોયાં અને દુઃખ અનુભવ્યું. આ પ્રદેશ ગરીબી અને ભૂખમરાથી પીડાતો વિસ્તાર. અહીં કઈ ઊગે જ નહીં એટલે કામનો, આવકનો અભાવ અને એથી ગરીબી અને ભૂખમરો. જૈન સંતબાલજી મુનિએ સમગ્ર વિસ્તારના વિકાસ માટે બહુલક્ષી પ્રવૃત્તિનો આરંભ ભાલ નલકાંઠા પ્રાયોગિક સંઘ, ગુંદી આશ્રમ દ્વારા કર્યો. સ્વાસ્થ્ય, શિક્ષણ, સ્વાવલંબન, ખેતી, મહિલા વિકાસ જેવા કાર્યોની શરૂઆત લગભગ 70 વર્ષ પહેલા કરી હતી જે આજે 200 ગામડાંઓ સુધી પ્રસરી છે.તેઓના કાર્યમાં નાતી, જાતિ કે લિંગનો ભેદ ન હતો. તેમનો ભાવ હતો સહુનો વિકાસ અને અને સહુને સુખ. 1947માં આશ્રમના પહેલા પ્રમુખ રવિશંકર મહારાજ અને મંત્રી હતા પરિક્ષિતભાઈ મજમુદાર જેવા ઉચ્ચતમ કક્ષાના આદર્શ માનવીઓ હતા. વર્ષ 2016થી હજી સુધી ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળનાં પ્રમુખ પદ પર રહેલા રાણપુરના ગોવિંદસંગભાઈ ના દાદાએ મુનિ સંતબાલજી સાથે કામ કર્યું હતું. ગોવિંદસંગભાઈ કહે છે રાણપુર આજે વુલ ખાદી માટે એક સફળ, પ્રસિદ્ધ અને પ્રખ્યાત મોડેલ બની ગયું છે. પરંપરાગત વણકરો સિવાય મોલેસલામ, દરબાર, ભરવાડ તથા અન્ય પછાત વર્ગો ઉપરાંત મુસ્લિમ સમાજના બહેનો અહીં સ્વમાનભેર રોજી રોટી મેળવી રહ્યા છે.ઓસ્ટ્રેલિયાનું મેરી વુલ ચરખા ઉપર એ સહેલાઈથી ઝીણા કાઉન્ટમાં કાંતિ શકાય છે અને ચરખા ઉપર કાંતિ રોજના રૂપિયા 250-350 કમાઈ શકાય છે. બહારથી પૂણી આવે જે સ્પીનિંગ કરવા નાગનેશ, જવારજ, કર્મદ અને સુંદરનિયા જેવા ગામોમાં મોકલવામાં આવે છે. અહીં કારીગરો ઘેરથી કામ કરે અને રોજી રોટી કમાય છે. ત્યાંથી યાન સંસ્થામાં પાછું આવે છે. આ કાર્યમાં વિવિધ ગામોની લગભગ 250 જેટલી બહેનો જોડાયેલી છે જે ઘેર બેઠા રોજી મેળવે છે.
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *