આજ રોજ તા.૩૦ જાન્યુઆરી ના ભાવનગર જિલ્લા પોલીસ આયોજિત ૩૨ મુ રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ – ૨૦૨૧ બગદાણા ધામ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમ રામભા વાળા ના હસ્તે કરવામાં આવ્યો હતો અને ક્રાયક્રમ માં મહુવા તાલુકાના Dysp. સાહેબ તેમજ બગદાણા ના PSI C H મકવાણા સાહેબ તેમજ અન્ય સ્ટાફ હાજર રહ્યા હતા. ભાવેણા શહેરના ફોટો ગ્રાફર શ્રી Dr. અજય સિંહ જાડેજા સાહેબ ના નેતૃત્વ હેઠળ સડક માર્ગે પર થતા અવાર નવાર અક્સ્માત ના ફોટા અને સમજણ અપાઈ હતી.તેમજ માર્ગ સલામતિ મંથ 2021 નિમિત્તે તા 18 જાન્યુઆરી થી 17 ફેબ્રુઆરી સુધી યોજાનાર પ્રદર્શન અંતર્ગત ડો અજયસિંહ જાડેજા દ્વારા લેવાયેલી અકસ્માતોની તસ્વીરો નું પ્રદર્શન ગુરુ આશ્રમ બગદાણામા તા 30 જાન્યુઆરી ના સવારે 11 કલાકે મહુવા ના ડીવાયએસપી જાડેજા ના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું આ પ્રંસગે મુખ્ય મહેમાન તરીકે ગુરુ આશ્રમના ટ્રસ્ટી મનજી દાદા ઉપસ્થિત રહ્યા હતા પ્રદર્શન નિહાળવા જાહેર જનતાને અનુરોધ કરાયો હતો
રિપોર્ટ દાદુભાઈ આહીર