ભાવનગર
કોરોનાકાળ દરમિયાન જે ટ્રેનો બંધ કરવામાં આવી હતી તે પૈકી ભાવનગર-સુરેન્દ્રનગરની ફ્રિકવન્સી નહિવત્ થઇ ગઇ છે. અગાઉ રાજકોટ-સરાઇરોહિલા ટ્રેન જે દિલ્હી જાય છે, તેમાં ભાવનગરના ૫ સ્લીપ કોચ સુરેન્દ્રનગરથી જાેડવામાં આવતા હતા. પરંતુ કોઇ અકળ કારણોસર હજુપણ આ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં રેલ તંત્ર આળસ અનુભવી રહ્યું છે લાંબા સંઘર્ષ બાદ ભાવનગરને દિલ્હીની હવાઇ કનેક્ટિવિટી મળી હતી, અને આ હવાઇ સેવામાં પણ કુલ ક્ષમતાના ૫૦ ટકા મુસાફરોની આવન-જાવન હતી, છતાં ફ્લાઇટ બંધ કરવામાં આવી છે. જ્યારે કોરોના અગાઉ રાજકોટ-સરાઇરોહિલા ટ્રેનમાં ભાવનગરના ૫ ડબ્બા સુરેન્દ્રનગરથી જાેડવામાં આવતા તે પણ બંધ છે. આમ દેશની રાજધાની દિલ્હી સાથે હાલ ભાવનગર ડિસકનેક્ટ થયેલું છે. જેથી ભાવનગરને મળેલી સુવિધા છીનવાઈ ગઈ છે. દિલ્હી અને ઉત્તર ભારતના રાજ્યો, શહેરોમાં આવવા-જવા માટે ભાવનગર-દિલ્હી વચ્ચે સીધી કોઇ હવાઇ સેવા નહીં હોવાને કારણે અમદાવાદથી ફ્લાઇટ પકડવા માટે મુસાફરોને જવું પડતુ હતુ. લાંબા સંઘર્ષ બાદ ભાવનગરને દિલ્હીની ફ્લાઇટ મળી હતી, અને કુલ ક્ષમતાના ૫૦ટકા મુસાફરો પણ મળી રહેતા હતા, છતા ફ્લાઇટ બંધ કરવામાં આવી છે.


