ભાવનગર
ભાવનગર શહેરમાં અંદાજે ૨૦ સ્પા સેન્ટરો ચાલે છે, જેની નોંધણી કોર્પોરેશન તથા પોલીસમાં થયેલી હોય છે. પોલીસ દ્વારા સ્પા સેન્ટરમાં કામ કરતી વિદેશી યુવતીઓ તથા પરપ્રાંતીય યુવતીની વિગતો મેળવે છે તથા સોગંદનામું પણ કરવામાં આવે છે. સ્પા સેન્ટરમાં દાખલ થતાં જ એક મેનુ કાર્ડ બતાવવામાં આવે છે, જેમાં અલગ-અલગ પ્રકારના સ્પા થેરપી, જેવી કે સાદી સ્પા રૂ. ૮૦૦થી ૧૦૦૦, ઓઇલ સ્પા રૂ.૧૨૦૦થી ૧૫૦૦, જેલ સ્પા રૂ.૧૫૦૦, હોટ સ્પા રૂ.૩૦૦૦થી ૩૫૦૦, થાઇ સ્પા રૂ.૩૦૦૦થી ૪૦૦૦ હોય છે. સ્પાના પ્રકારની સાથોસાથ સમયગાળાના ભાવ પણ અલગ-અલગ હોય છે.ભાવનગરમાં ઘોઘા સર્કલ વિસ્તારમાં ચાલતા એક સ્પા સેન્ટરના બિલ્ડિંગની ગટર વારંવાર ઊભરાય જાય છે અને આ ગટર સાફ કરતી વખતે કોન્ડમનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવતો હોવાનું એક ફલેટધારકે જણાવ્યું હતું. ગટર વારંવાર ભરાય જતાં લોકોને શંકા પડતાં આ ગોરખધંધા ચાલતા હોવાનું બહાર આવ્યું હતું આ અંગે દુકાન ભાડે આપનાર માલિકને પણ ફલેટધારકોએ જાણ કરી છે. સ્પા સેન્ટરમાં ચાલતા આ ગોરખધંધા તંત્રવાહકોની જાણ બહાર હોય એ શક્ય નથી. એક સ્પા સેન્ટરમાં માલેતુજાર ગ્રાહકનો ફોટો પાડી બ્લેકમેઇલિંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જાેકે ખાખી પહેરવેશવાળા એ જ આ મામલામાં વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. નામ નહીં જણાવવાની શરતે સ્પા સેન્ટરમાં કામ કરતી એક યુવતીએ જણાવ્યું હતું કે આ કામ અમે અમારી મજબૂરીના લીધે કરીએ છીએ, કોઈ ગ્રાહક ખાસ સર્વિસ માગે તો તેને આપવી એવી સૂચના હોય છે. અમે અહીં જ રહીએ છીએભાવનગરમાં ચોતરફ શરૂ થયેલાં સ્પા સ્ટેન્ટરોમાંથી કેટલાંક સ્પા સેન્ટરોમાં મસાજ કરવાના ઓઠા નીચે દેહવ્યાપારનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે. આ સ્પા સેન્ટરોમાં અન્ય રાજ્ય અને વિદેશની યુવતીઓને લાવવામાં આવે છે અને થોડા થોડા સમયે તેમનાં શહેરો બદલી અન્ય શહેરોમાં મોકલી આપવામાં આવે છે. સ્પા સેન્ટરમાં ચાલતા આ ગોરખધંધા અંગે સૌરાષ્ટ્ર સમાચારની ટીમે કરેલી તપાસ દરમિયાન ઘોઘા સર્કલ, વાઘાવાડી રોડ અને સરિતા સોસાયટી ખાતેનાં કેટલાંક સ્પા સેન્ટરોમાં આ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાની વિગતો બહાર આવી છે. સ્પામાં મસાજ દરમિયાન ગ્રાહકોના મૂડ અને વર્તન જાેયા બાદ તેને ખાસ સર્વિસ કે ‘સ્વર્ગની સફર’ જેવા અનુભવ માટે પૂછવામાં આવે છે. ગ્રાહક જાે લલચાય તો તેના માટે ભાવ-તાલ જણાવવામાં આવે છે અને એ માટે પાર્ટિશન કરેલી રૂમની સગવડ પણ ત્યાં જ ઉપલબ્ધ હોય છે. આ માટે રૂ. ૨૫૦૦થી ૫૦૦૦ સુધીનો ચાર્જ ટિપ સ્વરૂપે મેળવવામાં આવે છે. ગ્રાહક સ્પા સેન્ટરમાં દાખલ થાય એટલે તરત તેના મોબાઇલ, પાકીટ, ચાવી બધું લોકરમાં મુકાવી દેવામાં આવે છે એટલે બિનધાસ્ત આ દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે.
