ભાવનગર
આ ચિત્ર પ્રદર્શનમાં ૯૦ કલાકારો દ્વારા ૧૦૧ ઘોડાના પેઈન્ટિંગ મુકવામાં આવ્યાં છે, આ પ્રદર્શનમાં ગુજરાતના અમદાવાદ, જામનગર, રાજકોટ તથા ભાવનગર ચાર જિલ્લાના ચિત્રકારોએ ભાગ લીધો છે. ૮ વર્ષથી લઈ ૬૪ વર્ષ સુધીના કલાકારો દ્વારા વિવિધ પેઇન્ટિંગો મુકવામાં આવ્યા છે, જેમાં ઓઇલ પેઇન્ડિંગ, વુડ પેઇન્ડિંગ, એક્રેલીક, સોફ્ટ સહિતના ઘોડાઓના ચિત્રો મુકવામાં આવ્યાં છે.ભાવનગરના સરદારનગર ઓડિટોરિયમ હોલ ખાતે હોર્સ ડે નિમિત્તે કલાસંઘ દ્વારા બે દિવસીય પ્રદર્શનનું આયોજન કરાયું છે. જેનો આજથી પ્રારંભ થયો હતો. કલાસંઘ વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમો હંમેશા કરતું રહે છે ત્યારે નેશનલ હોર્સ ડે નિમિત્તે ઘોડાના વિવિધ ફોર્મ તેમજ ચિત્રપ્રયોગો આધારિત ૧૦૦થી વધુ કૃતિઓનું એક અનોખું પ્રદર્શન સૌપ્રથમ વખત ભાવનગરમાં કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનને તા.૧૧-૧૨ ડિસેમ્બરના રોજ ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી સરદારનગર ભાવનગર ખાતે ખૂલ્લુ મુકવામાં આવ્યું છે. જેનું ઉદ્ધઘાટન નયન બાબુ ભાલાણી તથા ડો. ઉષાબેન પાઠક, વરિષ્ઠ ચિત્રકાર તેમજ બીપીનભાઈ દવે વરિષ્ઠ ચિત્રકારના વરદ હસ્તે કરાયું હતું.


