મધ્ય પ્રદેશના મુરેનામાં ઝેરી દારૂ પીવાથી 10 લોકોના મોત થઈ ગયા છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, 5 લોકો બિમારી પડી ગયા છે. બિમાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના છેરા માનપુર ગામ અને પહવાલી ગામમાં ઘટી છે. કહેવામાં આવી રહ્યું છે કે, જેમની હાલત ગંભીર છે તેમને ગ્વાલિયરની હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશમાં પણ લઠ્ઠાથી પાંચ લોકોના થયા હતા મોત
કેટલાક દિવસો પહેલા ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં પણ ઝેરી દારૂ પીવાથી પાંચ લોકોના મોત થઈ ગયા હતા અને અનેક લોકો ગંભીર રીતે બિમાર પડ્યા હતા. દર્દીઓને બુલંદશહેર અને નોએડાની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે આ લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી કુલદીપની દિલ્હીથી ધરપકડ કરી હતી.
