*નરોડા વિસ્તારમાં એક મહિના અગાઉ 17 વર્ષની કિશોરીની આત્મહત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
*કિશોરીના સહાધ્યાયી યુવકે તેણે મરવા મજબૂર કર્યાના પુરાવા એકત્ર થયા છે.
*કિશોરીને યુવક અપશબ્દો બોલી મરવા માટે દબાણ કરતો હતો. કિશોરીએ આ અંગે તેના ધર્મના ભાઈને મેસેજ કરી પોતાની આપવીતી રજૂ કરી હતી.
*આરોપી યુવક કિશોરીને અપશબ્દો બોલી ધમકી આપતો “તું મારી જા નહીં તો હું મારી નાંખીશ”. આખરે આરોપીની ધમકીને વશ થઈ યુવતીએ એક માસ અગાઉ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
