Gujarat

મહિલા કિસાન દિવસની ઉજવણી આણંક કૃષિ યુનિવરર્સિટી ખાતે કરવામાં આવી

આણંદ
આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , દેવાતજ દ્વારા આણંદ જિલ્લા ના તારાપુર તાલુકાના મહિયારી ગામે તાજેતરમાં વિશ્વ ફૂડ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના પ્રોગ્રામ આસિસ્ટેન્ટ (ગૃહ વિજ્ઞાન) એ. એન. જાદવએ રોજિંદા જીવનમાં ખોરાકનું મહત્વ , મૂલ્ય્વર્ધિત બનાવટો તેમજ જંક/ફાસ્ટમ ફુડનો આહારમાં બને તેટલો ઓછો ઉપયોગ કરી સ્વાચ્છદ તેમજ પૌષ્ટિેક ખોરાક લેવા અંગેની જયારે જંક/ફાસ્ટન ફુડથી થતા નુકશાન વિશે જાણકારી આપી સમજ આપી હતી.આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , દેવાતજ ખાતે તાજેતરમાં મહિલા કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીનો પ્રારંભ કરાવતાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રજ, દેવાતજના વરિષ્ઠક વૈજ્ઞાનિક અને વડા ડૉ. એ. સી. વૈદ્યએ સૌનું સ્વા ગત કરી કૃષિમાં મહિલાઓનો ફાળો, તેમની અગત્યઠતા તેમજ મહિલાઓની કોઠાસૂઝ દ્વારા પરિવારમાં તેઓનું રહેલું યોગદાન બાબતે ચર્ચા કરી જરૂરી જાણકારી આપી હતી. પ્રો. આસિ. (ગૃ.વિ.) અંજલીબેન એન. જાદવએ આ પ્રસંગે ખેડૂત મહિલાઓ તથા બાળકોમાં કૂપોષણ નિવારણ અંગે જરૂરી જાણકારી આપી મહિલાઓને ફળ, ફૂલ અને શાકભાજીમાં મૂલ્યકવર્ધન થકી આર્થિક ઉપાર્જન કેવી રીતે મેળવી શકાય તેની સમજ આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન ફળ અને શાકભાજીની મુલ્યથવર્ધિત બનાવટોનું કૃષિ પ્રદર્શન યોજવામાં આવ્યુંય હતું. જેનું કાર્યક્રમ ઉપસ્થિતત મહાનુભાવો સહિત મહિલાઓએ તેનું નિદર્શન કરી જરૂરી જાણકારી મેળવી હતી. આ કાર્યક્રમમાં સોજિત્રા તાલુકા પંચાયતના સભ્યો દિપીકાબેન પી સિસોદિયા સહિત સોજિત્રા તાલુકાની મહિલા ખેડૂતોએ ઉપસ્થિસત રહી ઉત્સાચહભેર ભાગ લીધો હતો. જયારે કાર્યક્રમના અંતે એગ્રોનોમીના વૈજ્ઞાનિક ડૉ. વાય. સી. લકુમએ આભારવિધિ કરી હતી.

Anand-university-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *