Gujarat

મહેસાણા જિલ્લાની ગ્રામપંચાયતની ચુંટણી માટે તંત્ર સજ્જ

મહેસાણા
મહેસાણા જિલ્લાની ૧૬૨ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવાની જાહેરાત પ્રસિદ્ધ થયા બાદ કેટલીક બિનહરીફ થતાં હાલમાં ૧૦ તાલુકામાં કુલ ૧૦૭ પંચાયતોની ચૂંટણીમાં ૧૦૪ સરપંચ અને ૩૬૨ સભ્યોની ચૂંટણી યોજવામાં આવનાર છે. આ માટે તંત્ર દ્વારા બેલેટ પેપરથી મતદાન થનાર હોવાથી મતપેટીઓ પોલીગ સ્ટાફ વગેરેની સાથે તંત્ર સજ્જ થઈ ગયું છે. મહેસાણા જિલ્લાની ૧૦ તાલુકાની ૧૦૭ ગ્રામ પંચાયતની ચૂંટણી હરીફાઈમાં રહેતા ૧૯મીએ મતદાન યોજાશે. જેમાં સૌથી વધુ વિજાપુર અને કડીમાં ૧૯-૧૯, મહેસાણામાં ૧૫ સતલાસણામાં ૧૪ ગ્રામ પંચાયતોની તથા સૌથી ઓછી ખેરાલુ તાલુકામાં માત્ર બે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજનાર છે. આ ચૂંટણીઓ માટે ૩૭૬ મતદાન મથકો ઉભા કરાયા છે. ૪૧૫૪ મત પેટીઓમાંથી ૪૭૨ મત પેટીઓ ચૂંટણીમાં વપરાશ થશે. જેમાં ૪૯ ચૂંટણી અધિકારી ૪૯ મદદનીશ ચૂંટણી અધિકારી તેમજ ૨૦૮૫ પોલિંગ સ્ટાફ થતા કાયદો વ્યવસ્થા માટે ૨૬૧ પોલિંગ સ્ટાફ કામગીરી બજાવશેગ્રામપંચાયત ચૂંટણીને લઇને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તંત્રએ પણ પોતાની તમામ તૈયારીને આખરી ઓપ આપી દીધો છે. હાલમાં જિલ્લાની ગ્રામપંચાયતના સભ્યો અને સરપંચ પદના ઉમેદવાર પોતાના વિસ્તારમાંના મતદારોને રીઝવવા દિવસ રાત એક કરી રહ્યા છે. તેમજ અનેક સ્થળે મોડી રાત સુધી ખાટલા બેઠકો અને ચા પાણી નાસ્તાની મહેફિલોએ ધમધોકાટ બોલાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *