Gujarat

મહેસાણામાં આજદિન સુધી મગફળી ટેકાના ભાવે માત્ર ૧૬ ખેડુતોએ જ વેચી

મહેસાણા
મહેસાણા જિલ્લાના વિજાપુર, ખેરાલુ, સતલાસણાના કેન્દ્રો પર મગફળી ખરીદવામાં ૨૭૫૯ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરી છે. જેમાં રોજના ૩૦૦ મેસેજ કરવામાં આવે છે, પરંતુ ટેકાનાભાવ કરતા ખુલ્લા બજારમાં મગફળીના વધુ ભાવ મળતા જિલ્લાના મોટા ભાગના ખેડૂતો ખુલા બજારમાં મગફળીનું વેચાણ કરી રહ્યા છેમહેસાણા જિલ્લામાં લાભ પાંચમથી મગફળીનું ટેકાના ભાવે ખરીદી ચાલુ કરવામાં આવી હતી. ત્યારથી ૨૩મી નવેમ્બર સુધી માત્ર ૧૬ ખેડૂતો ત્રણ સેન્ટરોમાં મગફળી વેચી છે. ખુલ્લા બજારમાં ટેકાના ભાવથી વધુ ભાવો મળતા હોવાથી ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ વેચાણ માટે ફરકતા નથી. અત્યાર સુધીમાં ૮૬૬ કટ્ટા મગફળી ખરીદવામાં આવી છે. જેમાં રોજની ૬ હજાર બોરીની આવક થઈ છે. જિલ્લામાં મગફળી ખરીદી માટે નાફેડ દ્વારા પુરવઠા તંત્રને ખરીદી કરવા સોંપેલ હોવાથી પુરવઠા તંત્ર દ્વારા જેતે એપીએમસી દ્વારા ઓનલાઈન ટેકાના ભાવે મગફળી ખરીદવા નોંધણી કરવામાં આવી હતી.

mungfali.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *