પ્રેસિડેન્ટ ઇન્ફો નામની પેઢી પાસેથી બાકીના લીધેલા મોબાઈલ ની રકમ ચુકવવા આપેલો ચેક રિટર્ન થતા ગોપાલ મુળજી નરશાળા ને માંગરોળ કૉર્ટ બે વર્ષ ની સજા ફટકારી
માંગરોળ ખાતે પ્રેસિડેન્ટ ઇન્ફો નામની મોબાઈલ પેઢી પાસેથી બાકીમાં લીધેલા મોબાઇલની રકમ ચુકવવા આપેલો ચેક રિટર્ન ગુનામાં સંડોવાયેલા શ્રીનાથજી મોબાઈલ નામની પેઢીના સંચાલકને બે વર્ષની સજા અને વળતર ચુકવવા કોર્ટ એ આદેશ કર્યા છે.
જાણવા મળતી વિગત મુજબ માંગરોળ ખાતે રહેતા અને પ્રેસિડેન્ટ ઇન્ફોના પેઢી ના માલિક આનંદ સલીમ ભાઈ થાયાણી પાસેથી શ્રીનાથજી મોબાઈલ પેઢીના માલીક ગોપાલ મુળજી નરસાણા એ રૂ.૨.૧૭ લાખની કિંમતના મોબાઇલની ખરીદી કરેલી જેમાં રુપિયા ૧,૪૨,૨૯૦ ની બીલથી ચુકવણી કરેલી અને બાકી રહેતી રકમ ચુકવવા આપેલો ચેક રિટર્ન થતા કાયદાકીય પ્રક્રિયા મુજબ નોટીસ પાઠવવા છતાં રકમ ન ચૂકવ્યા નેગોસીએબલ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી
કેસની સુનાવણીમાં ફરિયાદી પક્ષ તરફથી એડવોકેટ એમ.એમ.ખાણીયાએ ધારધાર દલીલો કરતા સુપ્રીમકોર્ટ અને હાઇકોર્ટે ના ટાંકેલા ચુકાદાને ધ્યાને લઇ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ એચ.એ.પંડ્યાએ શ્રીનાથજી મોબાઈલના સંચાલક ગોપાલ મુળજી નરશાળાને બે વર્ષની સજા અને વળતર સમય મર્યાદામાં ન ચુકવે તો વધુ માસની કેદ નો હુકમ કર્યો છે,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ
