Gujarat

માંગરોળ નગર પાલિકાના કોંગ્રેસ પાર્ટીના મહિલા સભ્ય એ ચાલુ પદેથી રાજીનામુ આપી દેતાં માંગરોળ કોંગ્રેસ છાવણીમા સન્નાટો છવાયો,, 

બહુમતિ હોવા છતાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી વખતે ભાજપ સાથે ગઠબંધન કરવું કોંગ્રેસને ભારે પડ્યું.
જાણવા મળેલ વિગતો અનુસાર માંગરોળ નગરપાલિકાના વોર્ડ નંબર આઠ માથી કોંગ્રેસમાથી ચૂંટાયેલા મહિલા સભ્ય અમીનાબેન હુસેનશા જલાલી પોતાના સભ્યપદેથી રાજીનામુ આપી દેતાં માંગરોળ શહેર નું રાજકારણ ગરમાયું છે અને દિનપ્રતિદિન કોંગ્રેસ ટૂટતી જાય છે. અમીનાબેન દ્વારા પોતાના રાજીનામા મા સ્પષ્ટ કારણ જણાવતા દર્શાવ્યું છે કે નગરપાલિકામા પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી વખતે કોંગ્રેસે ભાજપથી ગઠબંધન કરીને નવી બોડી બનાવી ત્યારથી લોકોના કામો થતાં નથી તેવી લોકફરિયાદ ઉઠી છે તેમજ નગરપાલિકામા કોઈ પણ સમિતિની પણ રચના કરવામા આવી નથી કે ના તો વિકાસના કોઈ કામ થાય છે એટલે પોતે ના છૂટકે રાજીનામુ આપી દીધેલ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે આજથી ત્રણ માસ પહેલાં માંગરોળ શહેરના કોંગ્રેસ ના શહેર મહામંત્રી તથા વોર્ડ નંબર નવ ના કોંગ્રેસના ચૂંટાયેલા સભ્ય સુલેમાન પટેલે પણ આવા જ કારણોને લઈ ને રાજીનામુ ધરી દીધેલ છે અને ઔવેશીની AIMIM પાર્ટીમા જોડાઈ જઈને જુનાગઢ જિલ્લાના પ્રમુખ તરીકે રહીને પાર્ટીનો પ્રચાર ચાલુ કરી દેતાં શહેર ગ્રામ્ય અને ઓ.જી.વિસ્તારમા અનેક યુવાનો અને લોકો AIMIM પાર્ટીમા જોડાવા લાગ્યા છે, તે  જોતાં માંગરોળ નગરપાલિકામા કોંગ્રેસનુ ભાજપથી ગઠબંધન કરવું એ કોંગ્રેસ માટે સાપે છછુંન્દર ગળ્યા જેવું થયું છે. ખાડા ખબચડા રસ્તાઓ, ઠેર ઠેર ગંદકી, આખલાઓનો ત્રાસના બનાવો તેમજ માંગરોળ શહેર કોંગ્રેસ કે તાલુકા કોંગ્રેસમા કોઈ.સમિતિઓ કે સેલની રચના પણ વર્ષોથી આજદિન સુધી કરવામા આવેલ નથી અને ગણ્યા ગાંઠ્યા લોકો પાર્ટી ચલાવતા હોવાની અનેક ફરિયાદો હોવા છતાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કે કોંગ્રેસ મોવડીમંડળ પણ આ બાબતે ચૂપ થઈ ને બેઠું છે તે પણ એક આશ્ચર્યજનક બાબત છે.
આજરોજ પાલિકાના સભ્યપદેથી રાજીનામુ આપનાર કોંગ્રેસ મહિલા સભ્ય પણ AIMIM પાર્ટીમા જોડાણ કરે તેવી શક્યતા સેવાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *