માંગરોળ તાલુકાના લોએજ ગામના સ્વ. જેઠીબેન વિરાભાઈ ચાંડેરા(ઉ.વ.૯૦)તે ગોવિંદભાઈ ચાંડેરાના માતાશ્રી .તેમજ નેત્રદાન
કલેક્શન ટીમ ના સહયોગી રાણાભાઈ ચાંડેરાના દાદી નું તા.૧૧-૧૨-૨૦૨૧ શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ .આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળાં પથરાય તેવા હેતુથી તેઓએ તેમના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. આથી
આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાન સલાહ્ કેંદ્રના સંચાલકશ્રીને જાણ કરતા મૃતકના બંન્ને ચક્ષુ લેવામાં આવ્યા તે મુનિ સંત બાલાજી આઈ બેંક-વેરાવળને આ બંન્ને ચક્ષુ પહોંચાડવામાં આવ્યાં,
આ પરિવારે અગાઉ બે માસ પહેલાં પણ સ્વ.વિરાભાઈનું ચક્ષુદાન કરેલ છે. બે માસના ટૂંકા ગાળામાં આ પરિવાર દ્વારા બીજું ચક્ષુદાન થયેલ છે આ પરિવારના આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન આરેણા વંદન કરે છે.
સ્વ.જેઠીબેનના આજ રોજ થયેલ ચક્ષુદાનથી શિવમ્ ચક્ષુદાન-આરેણા દ્વારા ૧૧૧ વ્યક્તિના ચક્ષુદાન સ્વિકારેલ છે,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ
Attachments area


