માંગરોળ પાલિકા ની સાધારણ સભા યોજાય,,, માંગરોળ પાલિકાની સામાન્ય સભા યોજાય, પ્રમુખ મો.હૉશેન ઝાલા ની અધ્યક્ષતામાં સભા યોજાય હતી જેમાં ચીફ ઓફિસર મેહુલ જોઘપરા સહીત ભાજપ કોંગ્રેસ અપક્ષ સભ્યો હાજર રસીયા હતા, ૧૩ જેટલા એજન્ડા પર ચર્ચા વિચારણા કરાય,મીલ્કત ટ્રાસફર નિયમ વહાન વેરા બાબતે વિરોઘ થતા ફેર વિચારણા કરવા ઠરાવ થયો, પાણી પુરવઠા અને સીવિલ કામોમાં કશુરવાર એજન્સીને બ્લેક લીસ્ટ કરવા સર્વ સંમતિથી ઠરાવ કરાયો, ભુગર્ભ ગટર યોજના વહેલી તકે શરુ કરવા સભ્યોએ માંગ કરી, પાલિકાના સીનિયર સભ્ય ઈબ્રાહિમ ભાઈ ભાભા દ્રારા તમામ મુદ્દાઓ પર છણાવટ કરવામાં આવી હતી, કબ્રસ્તાન માં મંજુર થયેલ પાણીના ટાંકા નું અધુરા કામ રાખી ગ્રાન્ટ બીજે ફેરવી નાખતા ચર્ચાએ જોર પકડ્યું હતું જેમાં પ્રમુખે મધ્યક્ષી કરી બીજી ગ્રાન્ટ માંથી તાત્કાલિક કામ કરવા બાંહેધરી આપી હતી, મહત્વ પુર્ણ છે કે હાલ માંગરોળ પાલિકામાં ભાજપ કોગ્રેસ ની ભાગીદારી ની સત્તા છે,


