Gujarat

માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ.બજરંગ દળ દ્વારા ભારત માતા ના વીર સપુત સી ડી એસ સ્વ.બીપીન રાવતજી સહિત તામિલનાડુ ના કુન્તુલ હેલીકોપ્ટર ક્રેશમાં અવસાન પામેલા ૧૩  શહીદોને શ્રદ્ધાંજલી નો કાર્યક્રમ યોજાયો.  

માંગરોળ-પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ.બજરંગ દળ દ્વારા આજે હરીકીર્તનાલય શ્રીરામ ધુન મંદિર બહારકોટ ખાતે ભારત માતા ના વીર સપુત સી ડી એસ સ્વ.બીપીન રાવતજી સહિત કુન્તુલ હેલીકોપ્ટર ક્રેશમાં અવસાન પામેલા શહીદોને શ્રદ્ધાંજલી પાઠવવા એક કાર્યકમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. કાર્યક્રમમાં સૌ પ્રથમ વિશ્વ હિન્દુ પરિષદ ગિરસોમનાથ જિલ્લા સત્સંગ પ્રમુખ તરુણગિરી બાપુ દ્વારા શ્રીરામ ધુન તેમજ સામુહિક હનુમાન ચાલીસા બોલાવવામા આવી તેમજ વિશ્વ હિંદુ પરિષદ સોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઈ મેસવાણીયા દ્વારા વિર સપુતો ના અવસાન ની બનેલી ઘટના નુ દુખ વ્યક્ત કરેલ તેમજ પંકજભાઈ રાજપરા દ્વારા સામુહિક દેશ ભક્તિ ગીત અને નિલુભાઈ રાજપરા દ્વારા બનેલ ઘટનાની શબ્ધાંજલી અર્પણ કરાઈ હતી. આ કાર્યક્રમમા માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, ઉપપ્રમુખ મહેશભાઈ ઘેરવડા, મંત્રી પ્રફુલ્લભાઈ નાંદોલા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના જીતુભાઈ સાલસીયા, હોમગાર્ડ કમાન્ડર સોરઠિયા ભાઈ, નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડર જેઠવાભાઈ, કેતનભાઈ નરસાણા, સંજીવની નેચર ફાઉન્ડેશન ના પ્રમુખ નરેશબાપુ ગૌસ્વામી, ગૌરક્ષા સેના પ્રમુખ સુરજભાણ બાપુ સહીત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના હોદ્દેદારો કાર્યકર્તાઓ તેમજ રાષ્ટ્રપ્રેમીઓ ભાઈઓ વડીલોએ ઉપસ્થિત રહી બે મિનિટ નુ મૌન પાડી પુષ્પાંજલિ અર્પણ કરી ભારતમાતા ના વિર સપુતો ને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરવામા આવી હતી,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20211212-WA0186.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *