માંગરોલ ખાતે પયાઁવરણ માટે સતત જાગૃત એવી સંજીવની નેચર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા દર વર્ષની જેમ બીચ સફાઈ નો કાર્યક્રમ યોજાયો હતો જેમા અંદાજે એક ટન જેટલો પ્લાસ્ટિક,અનાશવંત કચરો ભેગો કરી દરિયા કિનારા ની સફાઈ કરવામા આવી હતી અને નગર સેવા સદન ના વાહન દ્વારા કચરા ના નિકાલ માટે ની વ્યવસ્થા કરવામા આવેલજેમા સંજીવની નેચર ફાઉન્ડેશન માંગરોલ, શિલ,મક્તુપુર, આરેણા, રહીજ, લોએજ,કુકસવાડા ના લગભગ 70થી80 જેટલા કાર્યકરો તેમજ પર્યાવરણ પ્રેમી જોડાયા હતા સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા નિયમિત રીતે પયાઁવરણને લગતી પ્રવૃતિઓનુ આયોજન સાથે પશુ પક્ષીના રેસ્ક્યુ તેમજ સારવાર ની કામગીરી ચાલુ જ હોય છે,,
રીપોર્ટર,, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


