Gujarat

માંગરોળ સબ જેલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી કરાયઈ

નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ના ભાગરૂપે નાલ્સા તરફથી પાન ઈન્ડીયા અવેરનેસ એન્ડ આઉટરીચ પ્રોગ્રામ તારીખ ૦૨/૧૦/૨૦૨૧ થી૧૪/૧૧/૨૦૨૧ સુધી કાનૂની શિબિર અંગેના અલગ અલગ કાર્યક્રમો થનાર હોય જે કાર્યક્રમની શરૂઆત આજરોજ માંગરોળ સબજેલ ખાતે માંગરોળ કોર્ટ જજ સાહેબ એચ.એ.પંડ્યા ના અધ્યક્ષ સ્થાને મહાત્મા ગાંધી જયંતી ની ઉજવણી થી કરવામાં આવેલ જેમાં સબ જેલના કેદીઓને કાનૂની માહિતીઓ આપવામાં આવેલ અને મહાત્મા ગાંધી જયંતી અનુસંધાને માંગરોળ કોર્ટ જજ એચ.એ.પંડ્યા સાહેબ દ્વારા કેદીઓને ગાંધીજીના આદર્શો વિશે માહિતગાર પણ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં માંગરોળ મામલતદાર શ્રી તેમજ માંગરોળ પી.એસ.આઇ બી કે ચાવડા  તેમજ વકીલ એસોસિએશનના પ્રમુખશ્રી કે.બી.પરમાર, તથા વકીલ મિત્રોશ્રી એન.કે. સોલંકી,એમ. કે.ગોહિલ પણ હાજર રહેલ

IMG-20211002-WA0124.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *