*દેશમાં કોરોના વેક્સિનેશનને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર પહેલાથી જ સ્પષ્ટ કરી ચુકી છે કે દેશના દરેક નાગરિક સુધી કોરોના વેક્સિન પહોંચાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે
* ત્યારે અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોના વેક્સિનેશનનો ડ્રાય રન કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા કોરોના વેક્સિનેશન માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
*શુક્રવારે માંડલ તાલુકાના ટ્રેન્ટ, વિઠલાપુર, સીતાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વેક્સિનેશન માટેનું રીહર્સલ કરાયું હતું.
*કોરોના વેક્સિનેશન ડ્રાયમાં માંડલ તાલુકા હેલ્થ ઓફિસર ડો. દિપકભાઈ પટેલ, મામલતદાર બાવાસાહેબ, ટીડીઓ નવીનભાઈ પટેલ, ટ્રેન્ટ મેડિકલ ઓફિસર ડો ભાવેશભાઈ રથવી, માંડલ પીએસઆઇ સહિતના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી બચવા માટે છીંક કે ઉઘરસ વખતે નાક મોં રૂમાલથી ઢાંકીશુ તથા માસ્કનો ઉપયોગ કરીશુ, સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોઇશુ, હાથ મિલાવવાના બદલે નમસ્તે દ્વારા અભિવાદન કરીશુ, વ્યક્તિઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખીશુ. ગભરાહટ નહીં, સમજદારી અને સતર્કતા એ જ આપણી સલામતી છે.
