પ્રથમગ્રાસે મક્ષિકા જેવા હાલ નવા વરાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના થયા છે તેમણે સત્તાના સૂત્રો સંભાળ્યા કે તરત ગ્રેડ પે પ્રશ્ને પોલીસ કર્મચારીઓનું આંદોલન શરૂ થયું અને ગ્રેડ પે માંગણી સાથે ગાંધીનગરમાં પોલીસ કર્મચારીઓના આંદોલનનો શરૂ થયા તેમના પરિવારજનો આ પ્રશ્ને સત્યાગ્રહ છાવણી માં બેઠા છે. આ ગ્રેડ પે ના સમર્થનમાં કરણી સેનાએ બ્યુગલ ફૂંકી આ માંગણી વાજબી ઠેરવી છે આને કારણે ગ્રેડ પે મેળવવા વન કર્મચારીઓ તથા અન્ય કર્મચારીઓ પણ મેદાનમાં આવ્યા છે વનખાતાના તથા આરોગ્ય ખાતાના કર્મચારીઓએ આવેદનપત્રો આપી ગ્રેડ પે સુધારવા માગણી બુલંદ બનાવી રહ્યા છે.
આ ગ્રેડ પે પ્રશ્ને આજરોજ માણાવદર તાલુકા કરણી સેના એ પોલીસ જવાનોની માગણી યોગ્ય ઠરાવી તેના સમર્થનમાં કરણી સેનાના તાલુકા અધ્યક્ષ મહેન્દ્રસિંહ ચુડાસમાની સૂચનાથી આજરોજ માણાવદર તાલુકા કરણી સેનાના ઉપપ્રમુખ રાજભા ચાવડા, પ્રભારી બીજરાજસિંહ, વિક્રમસિંહ ચુડાસમા, દિલીપસિંહ જાડેજા, ભરતસિંહ ચુડાસમા, કુલદીપસિંહ ચુડાસમા એ માણાવદર મામલતદાર ને એક આવેદનપત્ર આપ્યું હતું આ પ્રશ્ને પરત્વે હકારાત્મક વલણ અપનાવી સરકારે પોલીસ કર્મચારીઓની માંગણી ને ન્યાય આપી તેમની માગણીઓ સ્વીકારવા જણાવ્યું છે અને તેમને ન્યાય નહીં મળે તો આ પ્રશ્ને આગળ શું વિચારવું તે કરણી સેનાએ નક્કી કરવા એક મિટિંગ પણ બોલાવવાનું આયોજન કર્યું હોવાનું કહેવાય છે
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર

