દિવાળીનો તહેવાર ઉત્સાહ તહેવાર ગણાય છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોવિડ તથા સરકારી નીતિ-રીતીને કારણે તહેવારોની મધુરતા રહી નથી.તેમાય આજે એક વર્ષથી કૃષિકાયદા પાછા ખેંચવા માટે પ્રત્યેક જિલ્લાઓમાં ખેડૂતોનો વિરોધ ચાલી રહ્યો છે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તેવા સમયે આ કાયદાની વિરુદ્ધ માણાવદરમાં ઘનશ્યામભાઈ પટેલ ની દીકરી તુલસી બહેને આ કાયદાનો વિરોધ દર્શાવતી રંગોળી બનાવતા તેને જોવા લોકો ઉમટી પડ્યા હતા
રંગોળીમાં ખભે હળ લઈને પત્ની સાથે ઊભેલો ખેડૂત દેખાય છે પત્નીના માથા ઉપર ઘાસનો લીલો ભારો છે તે ઘાસ ને ખાવા બંનેની વચ્ચે એક બળદ દર્શાવ્યો છે જેને પ્રતીકરૂપે બતાવી એવો ભાવ વ્યક્ત કરાયો છે કે ખેડૂતોએ લોહી પાણી એક કરી ઉગાડેલ પાકને ખુંટીયા ઝુટવીને ખાઈ જાય છે.રંગોળી નીચે કૃષિકાયદા પાછા ખેંચો એવું લખાણ લખી આ કાળા કાયદા સામે ખેડૂત પુત્રીએ ભારે રોષ પ્રદર્શિત કર્યો છે
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર


