ધ્રાંગધ્રા :
ધ્રાંગધ્રા માલવણ હાઇવે ઉપર અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા છે કેટલાય પરિવારોએ પોતાના પ્રિય સ્વજન ને ગુમાવ્યા છે તો કેટલાયને શારીરિક ઇજાઓની યાદ રહી ગઈ છે.
L&T દ્વારા આ રોડ ઉપર છેલ્લા દશ વર્ષથી ઓવરબ્રિજનું કામ ચાલું છે જે વર્ટિકલ પ્લાન મુજબ વર્ક ઓર્ડર નાં આદેશ મુજબનું નથી સાથે અનિયમિત અને સાવ ધીમું કામ છે જેના લીધે સતત ટ્રાફિકની સમસ્યાઓ સામે આવતી હોય છે. આ સાથે પડ્યા ઉપર પાટું હોય એમ રોડ ઉપરના ખાડા બાબતે સામાજિક કાર્યકરોથી લઈને મીડિયાએ L&T નું ધ્યાન દોર્યું જ છે પણ આ હાઇવે ઉપરના ખાડા રાહદારીઓ નાં અકસ્માતનું ઘણી વાર કારણ બનતા હોય છે.
આવી જ ગોજારી ઘટના ગત બપોરે બની જેમાં રોડ ઉપરના ખાડા ને લીધે પાટણથી ધ્રાંગધ્રા નાં મોટી માલવણ ગામે કપાસ વીણવાની ખેતમજૂરી કરવા આવેલ ખેતમજુર પરિવારો થી ભરેલી સટલીયું રીક્ષા ધ્રુમઠ ગામથી આગળ પલ્ટી ખાઈ જતા માત્ર 11 મહિનાની એક માસુમ દીકરી નું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું અને અન્ય 7 ને નાની મોટી ઈજાઓ થઈ હતી. આજુબાજુના ગામજનો અને વાહનચાલકોએ 108 બોલાવી ઇજાગ્રસ્તો ને તત્કાલ ધ્રાંગધ્રા સરકારી દવાખાને પહોંચાડ્યા હતાં જ્યાં તેમને જરૂરી સારવાર બાદ સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતાં.
આ ઘટના થી સામાજિક કાર્યકરોએ વ્યથિત અને ગુસ્સે થઈ ને નીમ્ભર L&T ઉપર બેદરકારીનો આક્ષેપ કર્યોં હતો સાથે ઉચ્ચ વહીવટીતંત્ર આ દિશામાં યોગ્ય તપાસ કરી L&T ની શાન ઠેકાણે લાવશે કે નહિ એવા પ્રશ્ન પણ કર્યા હતાં.
ઉલ્લેખનીય છે કે એક્સિડન્ટ ની સમગ્ર ઘટના CCTV ફૂટેજ માં કેડ થઈ છે તયારે આગામી દિશામાં તંત્ર આત્મચિંતન સાથે જવાબદાર બને એ મહત્વની વાત બની રહેશે.