છોટાઉદેપુર પંથકમાં શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ આયોજીત ત્રણ દિવસના પ્રવાસે પધારેલ મુસ્લિમ બિરાદરોના ધર્મગુરુ સૈયદના મોહમ્મદ મદનીમીયા સાહેબ ના દર્શનાર્થે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એ લાભ લીધો હતો. આ સાથે તેઓએ બે દિવસ ચાલેલા તેઓના પ્રવચનમાં ગુરુચાવી ની સચોટ વ્યાખ્યા વર્ણવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગુરુ તેઓના અનુયાયીઓ માટે પથદર્શક સાચી દિશા ચીંધનાર ની સાથે માનવીના મનમાં ઉદભવતી નકારાત્મક ઈચ્છાઓને ડામવાની શક્તિ અર્પણ કરવાનું કામ પણ ગુરુ નું છે. ગુરુ એ ઇશ્વર પ્રાપ્તિનું માર્ગ છે.
બાવા સાહેબે પોતાના અનોખા અંદાજમાં વ્યાખ્યાન આપી તમામ ને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
ઉત્તરપ્રદેશ ના કિછોછા માં આવેલ સુપ્રસિદ્ધ દરગાહ મખદુમ અશરફ બાવા સાહેબ ના વંશજ એવા મોહમમદ મદની મિયાં બાવા સાહેબ ના દેશ અને દુનિયા માં કરોડો અનુયાયીઓ છે.હઝરત મહંમદ મદનીમીયા ઈસ્લામી જગતના વૈશ્વિક વિદ્વાન વ્યક્તિઓમાં સામેલ થાય છે.
આપ ના વિશિષ્ટ વ્યક્તિત્વ ના ધની હોવાના કારણે આપના ચાહકો આપની એક ઝલક ને રૂહાની ફૈઝ માને છે તેમાં કોઈ શન્કા ને સ્થાન નથી.
શૈખુલ ઇસ્લામ ના હુલામણા નામથી જાણીતા અશરફીયા સિલસિલા ના વડા હઝરત મદનીમીયા અશરફીયુલ જીલાની છોટાઉદેપુર શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ના આમંત્રણને માન આપી 17 વર્ષના લાંબાગાળા બાદ છોટાઉદેપુર પધાર્યા હતા
છોટાઉદેપુર પંથકમાં બાવા સાહેબના ત્રિદિવસીય પ્રવાસમાં આપના મોટી સંખ્યામાં અનુયાયીઓએ આપના દર્શન થકી ધન્યતા અનુભવી હતી. તેમ જ આપના પુત્ર હજરત હમઝાં મિયાં એ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ના ઘરે જઈ તેઓને પોતાના આશીર્વાદ થી નવાજ્યા હતા.
બાવા સાહેબ આશરે ૧૭ વર્ષ બાદ છોટાઉદેપુર ખાતે પધારતાં મુસ્લિમ બિરાદરો હર્ષભેર ગદગદી ઉઠયા હતા.
બાવા સાહેબ ની માત્ર એક ઝલક તેમના અનુયાયીઓમાં કુતૂહલ પેદા કરતી હતી. બાવા સાહેબ ના દર્શનાર્થે દૂરદૂરથી ગામ પરગામ થી મુસ્લિમ બિરાદરો પધાર્યા હતા.
બાવા સાહેબના દર્શનાર્થે પધારેલા લોકો માટે પાર્કિંગ થી લઈને ચા-નાસ્તા તેમજ ખાવાપીવાની તમામ સુવિધાઓ ની જવાબદારી છોટાઉદેપુર નગરના વિવિધ મંડળો દ્વારા ઉપાડી લેવામાં આવી હતી.
બાવા સાહેબે છોટાઉદેપુરના મુસ્લિમો દ્વારા કરવામાં આવેલી તમામ વ્યવસ્થાઓ ની પ્રશંસા તેઓના મુખે કરવામાં આવી હતી અને જણાવેલ કે આને કહેવાય સુસ્વાગતમ.
અને તમામ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામને પોતાની દુઆઓ થી ધનવાન બનાવી દીધા હતા.
કોવિડ-19 ની સ્થિતિને ધ્યાનમાં લઇ ત્રણ દિવસના કાર્યક્રમમાં પ્રશ્નોત્તરી, ગુરુ શિષ્યના સબંધનું મહત્વ, નમાજ અને અખલાક જે સૌથી મહત્વનું અમલ છે,
તે માટેના પદ્ધતિસર પ્રશ્નોના જવાબ એસ.ઓ.પી પાલન સાથે હઝરતે આપ્યા હતા. હઝરત ની સ્પષ્ટ સૂચના અનુસાર એસ ઓ પી નું કડક પાલન કરવામાં આવ્યું હતું.અને મહેફિલ માં આવનાર તમામ મહેમાનોને માસ્ક પહેરીને જ આવું તેની સૂચના અપાઇ હતી. અને કોઈ પણ મહેમાન અથવા મુસાફરોને પર્સનલ મુલાકાત અપાઈ ન હતી. માત્ર દૂરથી જ હઝરત ના દીદાર ની અનુમતિ અપાઇ હતી. આ માટે આયોજકોએ શોશિયલ ડિસ્ટન્સ નું પાલન થાય તે માટે વિશાળ જગ્યામાં પ્રોગ્રામ ની વ્યવસ્થા ગોઠવી હતી.
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


