જગવિખ્યાત અંબાજી શક્તિ ભક્તિ આસ્થાનો ત્રિવેણી સંગમ છે નવરાત્રીના આઠમના દિવસે નવનિયુક્ત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દર્શને આવ્યા હતા અને નિજ મંદિર માં વિશેષ પૂજા અર્ચના કરી હતી અને ભટ્ટજી મહારાજ ના આશીર્વાદ લીધા અને ગુજરાત ની સુખાકારી માટે કરી માતાજી ને પ્રાથના કરી હતી ત્યાર બાદ મુખ્યમંત્રી ગબ્બર ખાતે લાભાર્થીઓને મફત પ્લોટની સનદો હાજરી આપી હતી
પુરાણોંમાં જેનું અતિ માહાત્મ્ય છે તેવા ગબ્બર ગોખ ખાતે માં અંબાની દિવ્ય જ્યોતિના દર્શન કર્યા હતાં.ગરીબોના બેલી બનેલ સરકાર દ્વારા વિચરતી વિમુક્ત જાતિના આવાસ વિહોણા ૩૩ લાભાર્થીઓને નવરાત્રિની અષ્ટમીએ વિનામૂલ્યે ઘરથાળના પ્લોટ વિતરણ કર્યા હતાં.યોજનાનો ત્વરિત અમલ કરી માત્ર પાંચ જ દિવસમાં રાજ્ય સરકારે વિચરતી વિમુક્ત જાતિના ભરથરી લાભાર્થીઓને વિનામૂલ્યે આવાસ પ્લોટ મંજુર કરી ‘કહેવું તે કરવું’ની નેમ સાકાર કરી હતી અંબાજી ખાતે નવરાત્રિના આઠમા નોરતે મા અંબાના દર્શન કરી અને વિમુક્ત જાતિના ૩૩ જેટલાં પરિવારના લાભાર્થીઓને રેઠાણાંકના હેતુ માટે વિનામૂલ્યે પ્લોટ ફાળવણીની સનદોનું વિતરણ કરી વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારોને સ્થાયી કરવા સદનો આપી હતી બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ દ્વારા તા. ૮ ઓક્ટોબર-૨૦૨૧ના હુકમથી દાંતા તાલુકાના કુંભારીયા ખાતે સર્વે નં. ૧૩૬ (જુના સ.નં.૧૨૯ અ/પૈકી ૧) ની ૬૦૦૦ ચો. મી. જમીનમાં ૮૦ ચો.મી. ની મર્યાદામાં મફત પ્લોટ ફાળવવાનો હુકમ કરવામાં આવ્યો છે.


