Gujarat

મેન મેઈડ ફાઈબરની વેલ્યુ ચેઈનમાં ૧૨ ટકા જીએસટી કરાતાં વિરોધ

સુરત
ફિઆવી, સીએઆઇટી, અને ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત પછી કેન્દ્ર સરકાર મેન મેઇડ ફાઇબરની વેલ્યુ ચેઇનમાં જીએસટીનો ૧૨ ટકાનો દર પરત ખેંચી ફરી ૫ ટકા કરવા સંમત થઇ છે. આ વેલ્યુ ચેઇનમાં કેમિકલ સહિતની પ્રોડકટ પર ૧૮ ટકાનો દર લાગે છે તે ૧૨ ટકા થઇ શકે છે.કેન્દ્રના ટેક્સટાઇલ રાજય મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, સુરતના વિવર્સો અને કાપડના વેપારીઓની જીએસટીના સ્લેબને લગતી લાગણી પ્રદેશ ભાજપ પ્રમુખ અને સાંસદ સી.આર. પાટીલને સાથે રાખી ર્નિમલા સિતારમણ સુધી પહોંચાડવામાં આવી છે. કેન્દ્ર સરકારે હંમેશા સુરતના કાપડ ઉધોગનું અગાઉ પણ હિત જાેયું છે. જીએસટીના દરને લઇને પણ સુરતના કાપડ ઉદ્યોગના હિતમાં ર્નિણય લેવાશે. એમએમએફની વેલ્યુ ચેઇનમાં ૫ ટકાનો જીએસટી દર યથાવત નહીં રહે તો ફોગવા અને ટેક્સટાઇલ યુવા બ્રિગેડે ૧૬ મીથી આંદોલન છેડવાની જાહેરાત કરી છે. ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, કેન્દ્રના નાણાંમંત્રીએ વિવર્સ અને વેપારીઓના પ્રશ્ન તેમના બંને સંગઠનોના આગેવાનોને બોલાવી સાંભળવા જાેઇએ. આજ સૂર ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલે પણ વ્યકત કર્યો છે. તેમાં લાગુ થઇ શકે છે. સુરતના બંને સાંસદો સી.આર. પાટીલ અને ટેક્સટાઇલ રાજયમંત્રી દર્શના જરદોશે ત્રણ દિવસ અગાઉ કેન્દ્રના નાણાંમંત્રી ર્નિમલા સિતારમણને એમએમએફની વેલ્યુ ચેઇનમાં ૫ ટકાનો જીએસટી દર યથાવત રાખવા રજૂઆત કરી દીધી છે.સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ, ફિઆવી, ફોગવા, ફોસતા સહિતના સંગઠનોએ ટેક્સટાઇલ સેક્રેટરી અને ટેક્સટાઇલ કમિશ્નરને ૧૨ ટકાના જીએસટી દરથી વિવિંગ ઉદ્યોગના ૫૦ ટકા કારખાનાઓ બંધ પડી જશે. અને લાખો કારીગરો બેરોજગાર થશે તેવી રજૂઆત કરી ચૂકયા છેસુરતના ટેક્સટાઇલમાં મેન મેઇડ ફાઇબરની વેલ્યુ ચેઇનમાં ૫ ટકાને બદલે ૧૨ ટકાનો જીએસટી સ્લેબ ૧લી જાન્યુઆરી ૨૦૨૨થી લાગુ કરવામાં આવતા ગુજરાત, મહારાષ્ટ્ર અને તામિલનાડુના ટેક્સટાઇલ સંગઠનો વિરોધ નોંધાવી રહ્યા છે. કોટન અને સિલ્ક પર પણ ૧૨ ટકાનો જીએસટી દર લાગુ કરવામાં આવતા દક્ષિણ ભારતના રાજ્યોમાં કેન્દ્ર સરકાર સામે આંદોલન ચાલી રહ્યા છે. ૫ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે. ત્યારે ખેડૂતો પછી હવે સરકાર કાપડના વેપારીઓ અને ઉત્પાદકોને નારાજ કરવા માંગતી ન હોય તેવા સંકેત મળી રહ્યા છે. કાપડ પર ૫ ટકાને બદલે ૧૨ ટકા જીએસટીનો સ્લેબ લાગુ કરાતા દેશભરના વેપારી સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. તેને લીધે કેન્દ્રના નાણાંમંત્રી ર્નિમલા સિતારમણે આગામી મંગળવારે તા. ૧૪-૧૨-૨૦૨૧ ના રોજ ૨૧ રાજયોના ટેક્સટાઇલ સંગઠનો અને સંપૂર્ણ ટેક્સટાઇલ ચેઇનના સ્ટેક હોલ્ડરોની નવી દિલ્હીમાં તાકીદની બેઠક બોલાવી છે. આ બેઠકમાં નાણાં, વાણિજય, ટેક્સટાઇલ અને વિદેશ મંત્રાલયના અધિકારીઓ હાજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *