Gujarat

મોક્ષદા એકાદશી ગીતા જયંતી નિમિત્તે પ્રતિવર્ષ અનુસાર શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીતામંદિર ખાતે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું મૂળ પારાયણ રાખવામાં આવેલ

અહેવાલ સોની યોગેશ ભાઈ. પી. સતીકુંવર વેરાવળ
આજરોજ તારીખ 14 ડિસેમ્બર 2021 મોક્ષદા એકાદશી ગીતા જયંતી નિમિત્તે પ્રતિવર્ષ અનુસાર શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીતામંદિર ખાતે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું મૂળ પારાયણ રાખવામાં આવેલ જેમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ૨૫ જેટલા વિદ્યાર્થી અને બે પ્રાધ્યાપક ડૉ. કિરણભાઈ ડામોર અને ડોક્ટર પંકજભાઈ રાવલ ગયેલ હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચાર વાગે યુનિવર્સિટી પરિસર ખાતે બસ મોકલેલ ત્યાં જઈને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પ્રોફેસર જે ડી પરમાર સાહેબ અને સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી ચાવડા સાહેબની ઉપસ્થિતિમાં ગીતા ગ્રંથોનું પૂજન કરી ગીતામંદિર ખાતે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અને પ્રાધ્યાપકોએ ઉચ્ચ સ્વરે ભગવદ્ગીતાના 18 અધ્યાયનું પારાયણ કર્યું, ત્યારબાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ત્યાં જ છાત્રો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ ભોજન કરી સોમનાથ મંદિર દર્શન કરી પુનઃ સોમનાથ ટ્રસ્ટની બસ વિદ્યાર્થીઓને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પરિસરમા મુકી ગયેલ છે. સોમનાથ ટ્રસ્ટે શ્રી સોમનાથ યુનિવર્સિટીનો આભાર વ્યક્ત કર્યો છે.
ધન્યવાદ.કર્યો હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું
Attachments area

IMG-20211215-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *