Gujarat

મોટી ખાવડી ખાતે સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાવતાં કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

જામનગર તાલુકાના મોટી ખાવડી ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. 

આ તકે રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, લોકોને ઘર આંગણે જ સરકારી સેવાઓ મળી રહેલોકોને અકારણ જિલ્લા-તાલુકાના ધક્કા ન થાય તેમજ લોકોના સમય તથા પૈસાનો વ્યય ન થાય તે માટે રાજય સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૫૬ જેટલી સરકારી સેવાઓ લોકોને એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને આગામી સમયમાં પણ આ સેવાઓ વધુમાં વધુ લોકોપયોગી બની રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.

ગ્રામ વિસ્તારોમાં ઘર આંગણે સરકારી સેવાઓ પ્રાપ્ય બનાવવા સેવા સેતુ ઉત્તમ માધ્યમ બન્યું છે.ગામડાઓ સુખી અને સમૃદ્ધ બને તેમજ ગ્રામીણ ક્ષેત્રનો સર્વાંગી વિકાસ થાય તે બાબત સરકારના કેન્દ્રમાં છે.કાર્યક્રમમાં મંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાઓના પ્રમાણપત્રો એનાયત કરાયા હતા.

આ કાર્યક્રમમાં મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે સેવાસેતુના વિવિધ લાભાર્થીઓને પ્રમાણપત્ર/મંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. મંત્રીશ્રીએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી તેમજ સરકારી માધ્યમિક શાળા મોટી ખાવડી ખાતે વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે ઇંચાર્જ કલેક્ટર અને જામનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય ખરાડીપ્રાંત અધિકારી શ્રી અક્ષય બુદાણીયાશ્રી હસુભાઇ ફાચરા, શ્રી કુમારપાલસિંહ રાણા, શ્રી મુકુંદભાઇ સભાયા, શ્રી પ્રદિપસિંહ જાડેજાશ્રી વિનુભાઈ ભંડેરીસરપંચશ્રીઓ પ્રવિણસિંહ જાડેજાકનકસિંહ જાડેજા, જગદીશભાઇ, તાલુકા વિકાસ અધિકારીમામલતદાર સહિત બહોળી સંખ્યામાં વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *