Gujarat

મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓ દ્રારા નિર્માણાધિન રામધામ ની મુલાકાત લઈ રઘુવંશી સમાજ ના સ્વપ્નદ્રષ્ટા અગ્રણી  જીતુભાઈ સોમાણી નુ સન્માન કરવા મા આવ્યુ    

ગિરગઢડા
    ભરત ગંગદેવ…
   વાંકાનેર લોહાણા સમાજ ના અગ્રણી, રઘુવંશી સાવજ માનનિય  જીતુભાઈ સોમાણી ની આગેવાની મા સમસ્ત રઘુવંશી સમાજ ની આસ્થા નુ પ્રતિક સમા *રામધામ* નુ નિર્માણ થઈ રહ્યુ છે ત્યારે મોરબી જલારામ મંદિર ના અગ્રણી શ્રી ગીરીશભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, પોલાભાઈ ઠક્કર, હસુભાઈ પંડિત, જયંતભાઈ રાઘુરા, કીશોરભાઈ ઘેલાણી, નવીનભાઈ ઠક્કર, રમેશભાઈ બુધ્દદેવ, જગદીશભાઈ કોટક, કીર્તિભાઈ પાવાગઢી, જ્યોત્સનાબેન ઘેલાણી, ભાવનાબેન સોમૈયા, ભારતીબેન ચતવાણી, નયનાબેન મીરાણી, ચંદ્રિકા બેન કારીયા સહીત નાઓ એ રામધાન ની મુલાકાત લઈ રઘુવંશી સમાજ ના સ્વપ્નદ્રષ્ટા મા.  જીતુભાઈ સોમાણી નુ સાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ. તેમજ રામધાન ના નિર્માણ મા તન-મન-ધન થી સહયોગ આપવા જણાવ્યુ હતુ.
      અત્રે ઉલ્લેખનીય છે મા.જીતુભાઈ સોમાણીએ રામધામ નુ સ્વપ્ન સેવ્યુ હતુ જે માટે તેઓએ જ્યા સુધી રામધાન નુ નિર્માણ ન થાય ત્યા સુધી પગરખા ન પહેરવા ની આકરી ટેક લીધેલ છે. તેમની જ્ઞાતિ, સમાજ તેમજ પ્રભુ શ્રી રામ પ્રત્યે ની આસ્થા ના પરિણામ સ્વરૂપ તાજેતર મા રામધામ માટે જગ્યા લેવા મા આવી છે તેમજ *રામધામ* ના નિર્માણ નુ કાર્ય પુરજોશ મા શરૂ થઈ ચુક્યુ છે ત્યારે મોરબી જલારામ મંદિર ના આગેવાનો એ જીતુભાઈ ની પ્રતિભા ને આ તકે બિરદાવી હતી.

IMG-20211226-WA0292.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *