મોરબી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એક સપ્તાહ પહેલા કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયા બાદ એટીએસ અને મોરબી પોલીસે ઝીંઝુડા ગામમાં મોડીરાત્રે દરોડો પાડીને ત્રણ શખ્સોને રૂપિયા ૬૦૦ કરોડના ૧૨૦ કિલો ડ્રગ્સ સાથે ઝડપી લીધા છે. મોરબીથી ઝડપાયેલા ત્રણ આરોપીઓમાંથી એક આરોપી ગુલામ હુસેન ભગાડ જે સલાયાનો હોવાનું અને થોડા દિવસો અગાઉ ઝડપાયેલા ૬૩ કિલો ડ્રગ્સના આરોપીઓ સાથે કનેક્શન હોવાનું સામે આવ્યું છે. થોડા દિવસો પહેલાં દ્વારકામાંથી ૧૭ કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. જેમાં ઝડપાયેલા અલી અને સલીમ નામના આરોપીઓના ઘરે સલાયામાં નાર્કોટિક્સ વિભાગે સર્ચ ઓપરેશન કરતાં વધું ૪૬ કિલો ડગ્સ મળી આવ્યું હતું. એમ કુલ ૬૩ કિલો ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું હતું. જ્યારે ગત રાત્રે એટીએસ અને મોરબી પોલીસે ઝીંઝુડા ગામમાં દરોડો પાડીને ત્રણ શખ્સોને રૂપિયા ૬૦૦ કરોડના ૧૨૦ કિલો ડ્રગ્સ સાથે ઝડપી લીધા છે. મોરબીમાં ઝડપાયેલા આરોપીઓનું કનેક્શન સલાયામાં ઝડપાયેલા આરોપી સાથે હોવાનુ સામે આવ્યું છે.ગુજરાત ગુનાખોરી તરફ આગળ વધી રહ્યું છે, એની સાથે હવે નશાના કારોબારનું પણ હબ બની રહ્યું હોય એવું લાગી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયગાળાથી ડ્રગ્સ પકડાવાની ઘટનાઓ છાશવારે બની રહી છે. પહેલાં પણ ૨૧ હજાર કરોડનું કચ્છના મુંદ્રા બંદરે ઝડપાયું હતું. ત્યાર બાદ દ્વારકામાં ૧૭ પહેલાં અને ૪૬ કિલો બાદમાં મળી કુલ ૬૩ કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેની અંદાજીત કિંમત ૨૨૬ કરોડ રૂપિયા થાય છે. જ્યારે ગત રાત્રે એટીએસ અને મોરબી પોલીસે ઝીંઝુડા ગામમાં દરોડો પાડીને ત્રણ શખ્સોને રૂપિયા ૬૦૦ કરોડના ૧૨૦ કિલો ડ્રગ્સ સાથે ઝડપી લીધા છે
