Gujarat

મોલ અને ઓનલાઈન ખરીદીથી નાના વેપારીઓનો ધંધો ઠપ

અમદાવાદ,
અમદાવાદ શહેરના સીજી રોડ પર મુખ્યત્વે જ્વેલરી, કપડાં અને પગરખાની દુકાનો આવેલી છે. સાથે સાથે કેટલાક નાના-મોટા વેપાર ધંધાની ઓફીસો અહીં કાર્યરત છે. જાેકે વર્ષ ૨૦૨૦ શરૂઆતમાં કોવિડના કારણે ધંધા-વેપાર પડી ભાંગ્યા હતા. તેની મોટી અસર વેપાર-ધંધા પર થઈ. ન માત્ર અમદાવાદ પરંતુ સી.જી રોડ વિસ્તારમાં રાજ્યભરમાંથી લોકો ખરીદી માટે અહીં પ્રસંગોપાત્ત આવતા હોય છે.કોરોનાકાળ બાદ હવે પરિસ્થિતિ સામાન્ય બનવા તરફ જઈ રહી છે. પરંતુ વેપાર-ધંધા પર તેની અસર હજુ કાયમ જાેવા મળી રહી છે. અમદાવાદનો સૌથી પ્રચલિત અને વ્યસ્ત રહેતો સી.જી રોડ પરની દુકાનોના કાળ દરમિયાન ખાલી થઈ હતી, તે હજુ પણ દુકાન ભાડે આપવાની છે તેવા પાટીયા જાેવા મળી રહ્યા છે. તેઓ પાછલાં ૩૦ વર્ષથી સીજી રોડ પર વેપાર કરી રહ્યા છે. પંચવટીથી લઈને નવરંગપુરા સ્ટેડિયમ સુધીના પટ્ટા પર અંદાજે ૨ હજાર જેટલી દુકાનો આવેલી છે જેમાંથી અંદાજે ૧૦૦ જેટલી નાની-મોટી દુકાનો અને ઓફિસો બંધ થઈ ગઈ છે. બંને તરફના પટ્ટા પરની કેટલીક દુકાનો પર વેચાણ માટે અથવા તો ભાડે આપવાના બોર્ડ લાગેલ જાેવા મળી રહ્યા છે. પાછલા ત્રણ મહિનાથી કોરોના પર નિયંત્રણ આવતા ધંધો વેપાર ફરીથી ધમધમતો થયો છે પરંતુ અમુક દુકાનો હજુ પણ બંધ છે. અમદાવાદ જ્વેલરી એસોસિયેશનના પ્રમુખ અને સી.જી રોડ પર જ્વેલરીની દુકાન ધરાવતા જીગર સોનીએ જણાવ્યું કે, પાછલા પાંચ વર્ષથી સીજી રોડ પરનો વિસ્તાર જ્વેલરીની દુકાનો માટે હબ સમાન સાબિત થઇ રહ્યો છે. વેપારીઓનું માનવું છે કે, ધંધા-વેપાર પડવાથી દુકાનનું ભાડું ૩૦ હજારથી લઈ ૧ લાખ સુધીનું છે, સાથે સાથે કારીગરોના પગારના નિભાવ ખર્ચ પણ કાઢવો મુશ્કેલ બન્યું હતું. જેથી દુકાનો બંધ પડી હતી, જે હજુ પણ યથાવત છે. આ ઉપરાંત પહેલા મોલ કલ્ચર આવ્યું અને હવે ઓનલાઇન વેપારના કારણે ધંધા પર મોટો ફટકો પડ્યો છે. ઓનલાઇન વેપારના કારણે અંદાજે ૩૫-૪૦ ટકાનો ફટકો પડ્યો છે. ઉપરાંત અહીં મુખ્યવે ખરીદી માટે આવતા લોકોને ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા પણ મોટો પડકાર બની છે. જેથી સી.જી રોડ પરના ધંધા પર અસર જાેવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *