Gujarat

યાત્રાધામ અંબાજી નજીક અલગ અલગ માર્ગ પર અકસ્માત, ૧ નુ મોત ,૧ ગંભીર

યાત્રાધામ અંબાજી શક્તિ ભક્તિ આસ્થાનો ત્રિવેણી સંગમ છે યાત્રાધામ અંબાજીમાં મોટી સંખ્યામાં યાત્રિકો માતાજી ના દર્શને આવતા હોય છે ત્યારે અંબાજી ખાતે ઓવર સ્પીડ વાળા નો ત્રાસ વધવા પામ્યો છે, બપોરે 3 વાગે એક નિર્દોષ મહિલા નો ભોગ લેવાયો હતો. જયારે બપોરે 2 વાગે પણ છાપરી નજીક બાઇક ચાલક નો અકસ્માત થયો હતો જેમા તેને ગંભીર ઇજા થતાં પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યાં હતા અને અંબાજી ખાતે બજારો મા ઓવર સ્પીડ વાહન ચાલકો નો ભારે ત્રાસ વધવા પામ્યો છે. અંબાજી નજીક ગેટ થી પ્રવેશ કર્યા બાદ પણ વાહન ચાલકો ઓવર સ્પીડ થી વાહનો ચલાવી રહ્યા છે આવા લોકો સામે કડક પગલા લેવા જોઈએ અને અંબાજી પોલીસ આવા વાહનોને આરટીઓ ના મેમા આપે એવી ગ્રામજનોની માંગ ઉઠી છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG-20211211-WA0088.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *