રાજકોટ શહેર ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગની દોરીથી અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે. દ્વિચક્રી વાહનો ચલાવનારા પર આવી દોરી આવી જતા ગળામાં ફસાઈ જવાથી અકસ્માત અને મૃત્યુ થવાના ઘણા બનાવો નોંધાયા છે. અનેક વ્યકિતઓનાં ગળા કપાઈ જવાના, પશુપંખીઓનાં દોરીના કારણે લોહી લૂહાણ થવાના અને મૃત્યુ થવાના ઘણા બનાવો નોંધાયા છે. સાદી દોરીથી પણ અકસ્માત થાય છે. ચાઈનીઝ દોરીથી પણ આવા અકસ્માતો સર્જાય છે. પરંતુ ચાઈનીઝ દોરી વધારે ઘાતક સાબીત થાય છે. આ પ્રકારની ઘાતક ચાઈનીઝ દોરી અને તુકકલોનાં વેચાણ પર કડક પ્રતિબંધનું અમલીકરણ થવો જોઈએ. તેમજ મકરસંક્રાંતીએ પતંગનાં દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે તા.૧૩ તથા ૧૫ જાન્યુ. મકરસંક્રાંતીના રોજ ત્રિકોણબાગ રાજકોટ મો. ૯૮૯૮૦ ૧૯૦૫૯- ૯૮૯૮૪ ૯૯૯૫૪, પેડક રોડ રાજકોટ મો. ૯૮૯૮૬ ૩૯૩૮૨, આત્મીંય કોલેજ પાસે કાલાવાડ રોડ રાજકોટ મો. ૯૫૭૪૪ ૦૦૦૨૮.
કિશાનપરા ચોક, રાજકોટ મો. ૯૫૭૪૪ ૦૦૦૨૮, માધાપર ચોકડી પાસે રાજકોટ મો. ૯૫૭૪૪ ૦૦૦૨૮, તથા સંસ્થાની કાયમી નિ:શુલ્ક એનીમલ હેલ્પલાઈન વેટરનરી હોસ્પિટલ જૂની શ્રીજી ગૌશાળા તુલીપ પાર્ટી પ્લોટ પાછળ હોટલ ક્રિશ્ર્ના પાર્ક વાળો સર્વીસ રોડ, ગોંડલ રોડ, વાવડી, રાજકોટ મો. ૯૮૯૮૦૧૯૦૫૯- ૯૮૯૮૪ ૯૯૯૫૪, રાજકોટ ખાતે એમ કુલ ૬ વિશેષ કંટ્રોલરૂમ સવારે ૯ થી રાત્રીના ૭ સુધી શરૂ કરાશે. જેમા ડો.અરવિંદ ગડારા, ડો.અરૂણ ઘીયાડ, ડો.હીરેન વીસાણી, ડો.વિવેક કલોલા તેમજ આણંદનાં વેટરનરી ડોકટર્સ ડો.શિવાજી તાલેકર, ડો.કનક ગામેતી, ડો.નિલેશ પાડલીયા સહિતની ટીમ સેવા આપશે. ડો.પી.વી.પરીખ તથા તેમની ટીમનો સમગ્ર વ્યવસ્થા અંગે આણંદ વેટરનરી કોલેજનો વિશેષ સહયોગ મળી રહ્યો છે. નાયબ પશુપાલન નિયામક ડો.ખાનપરા, D.C.F રવીપ્રસાદ, નિવૃત D.C.F પી.ટી.શીયાશી, ડો.ભાવેશ જાકાસણીયા સહિતનાનો વિશેષ સહયોગ મળી રહ્યો છે
