Gujarat

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં એક્ટિવ કેસની સંખ્યા ૯ થઈ

રાજકોટ
દિવાળીના તહેવાર અને લગ્ન પ્રસંગની સિઝન બાદ ફરી ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઇ છે. જાેકે આ બધા વચ્ચે ચિંતાજનક સમાચાર એ પણ છે કે ક્રોરોના વેક્સિનના બંન્ને ડોઝ લેવા બાદ પણ સંક્રમણ વધી રહ્યું છે. રાજકોટમાં શુક્રવારે વેક્સિનેટેડ પોઝિટિવ દર્દીનું મોત પણ થયું છે. ત્યારે વેક્સિનના બે ડોઝ લેનાર વ્યક્તિને હવે વેક્સિનના બુસ્ટર ડોઝની જરૂરિયાત હોવાનું તબીબી સૂત્રો માની રહ્યા છે. રાજકોટમાં છેલ્લા ૧૦ દિવસમાં ૧૫ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. તેમાંથી ૧૧ લોકોએ તો વેક્સિનના બંને ડોઝ પણ લીધા છે. આથી સાવચેત રહેવાની પુરી આવશ્યકતા છે. બીજી તરફ શહેરમાં ઓમિક્રોનનો ભય પણ મંડરાઇ રહ્યો છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગની સત્તાવાર યાદી મુજબ શહેરમાં તમામ લોકોએ રસીનો સિંગલ ડોઝ લઈ લીધો છે અને ૮૭ ટકા લોકોએ રસીના બન્ને ડોઝ લઈ લીધા છે. પરંતુ આમ છતાં પણ છેલ્લા ૧૦ દિવસમાં શહેરમાં કોરોનાના ૧૫ કેસો નોંધાયા છે અને તે પૈકી પાંચ કેસ તો છેલ્લા બે દિવસમાં નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે ૧૫ પોઝિટિવ દર્દી પૈકી ૧૧ દર્દીઓએ રસીના એક નહીં પરંતુ બન્ને ડોઝ લીધા છે એટલે કે તેઓ ફૂલ્લી વેક્સિનેટેડ હતા છતાં કોરોનાની ઝપટે ચડ્યા છેરાજકોટમાં ગઇકાલે એક પણ કોરોનાનો કેસ નોંધાયો નહોતો. આથી આરોગ્ય વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો હતો. જાેકે ગ્રામ્યની વાત કરીએ તો ગઇકાલે જેતપુરમાં ૭૫ વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી ગ્રામ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ૯ પર પહોંચી ગઇ છે. જેમાં ૩ દર્દી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે અને ૬ દર્દી હોમ આઇસોલેટ છે. ગ્રામ્યમાં કુલ કેસની સંખ્યા ૧૪૯૨૧ પર પહોંચી છે. રાજકોટ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૪ થઇ છે. તેમજ અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા ૪૨૮૯૪ પર પહોંચી છે. ગઇકાલે રાજકોટમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો. તેમજ એક પણ દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો નહોતો. ઓમિક્રોનની દહેશત વચ્ચે વિદેશથી આવતા લોકોનો ટેસ્ટ કરાયા બાદ હોમ ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *