Gujarat

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ઉકરડા ગામના ૫૦૦ થી વધુ લોકોને હાથ પગના સાંધાનો દુખાવો તેમજ ઠંડી અને ખંજવાળ સહિતના લક્ષણો જોવા મળતા આરોગ્ય તંત્ર બે દિવસથી દોડતું થયું છે

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ઉકરડા ગામના ૫૦૦ થી વધુ લોકોને હાથ પગના સાંધાનો દુખાવો તેમજ ઠંડી અને ખંજવાળ સહિતના લક્ષણો જોવા મળતા આરોગ્ય તંત્ર બે દિવસથી દોડતું થયું છે ત્યારે સ્થિતિની ગંભીરતા જોતા ગાંધીનગર થી પણ આરોગ્યની ટીમે ઉકરડા ગામમાં ધામા નાખ્યા છે અને તપાસ શરૂ કરી છે ગામમાં ઘરે ઘરે જય અરજીની તપાસ કરવામાં આવી રહી છે જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગામના 50 લોકો ની શંકાસ્પદ ચિકનગુનિયા ની સારવાર શરૂ કરવામાં આવી છે ગામના અનેક લોકોને સાંધા સહિતની મુશ્કેલી હોવાથી હાલ ગામમાં કેમ્પ ખોલવામાં આવ્યો છે જે કોઈ લોકોને સમસ્યા હોય તેને બોલાવવામાં આવી રહ્યા છે જોકે સ્થિતિની ગંભીરતા જોતા ગઈકાલથી ગાંધીનગર થી પણ આરોગ્યની ટીમ અહીં પહોંચી છે ગામના જે લોકોને આ સમસ્યા છે તેમના રિપોર્ટ કરવામાં આવ્યા છે રાજકોટ જિલ્લા મેલેરીયા અધિકારી ડો. ઉપાધ્યાયના જણાવ્યા મુજબ હાલ ગામના 50 લોકોને હાથ-પગનાં સાંધાના દુખાવા આંગળીઓ ન વળવી તેમજ ખંજવાળ સહિતની સમસ્યા હોવાથી શંકાસ્પદ ચિકનગુનિયાના હોવાનું અનુમાન છે

રિપોર્ટર- નિખીલ ભોજાણી

Screenshot_20211111-083137_WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *