રાજકોટ શહેર તા.૧૩/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર જીલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે આજે સવારે લગભગ ૭૭,૦૦૦ જેટલા કોરોના વેકસીનના ડોઝ આવ્યા છે. જેનું વિભાગીય નિયામકની કચેરી ખાતે સ્ટોરેજ કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં હેલ્થકેર વર્કસને વેકસીન આપવામાં આવશે. કોવિડ વેકસીન કોવિશિલ્ડના સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવી છે. આ વેક્સીનનુ તાપમાન ૨ ડિગ્રી થી લઈને ૮ ડિગ્રી સે. જેટલું જાળવી રાખવામાં આવે છે. રાજકોટ ખાતે આવી પહોંચેલા કૂલ ૭૭,૦૦૦ ડોઝ પૈકી રાજકોટ જીલ્લા પંચાયતને કુલ ૯,૦૦૦ ડોઝ, રાજકોટ મહાનગરપાલિકાને કુલ ૧૬,૫૦૦ ડોઝ, જામનગર જીલ્લા પંચાયતને કુલ ૫,૦૦૦ ડોઝ, જામનગર મહાનગરપાલિકાને કુલ ૯,૦૦૦ ડોઝ, દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયતને કુલ ૪,૫૦૦ ડોઝ, પોરબંદર જીલ્લા પંચાયતને કુલ ૪,૦૦૦ ડોઝ, મોરબી જીલ્લા પંચાયતને કુલ ૫,૦૦૦ ડોઝ, કચ્છ જીલ્લા પંચાયતને ૧૬,૦૦૦ ડોઝની ફાળવણી કરવામાં આવશે. ઉપરોક્ત જીલ્લા અને મહાનગરપાલિકાના વેક્સીન સ્ટોર તેમજ કોલ્ડ ચેઈન પોઇન્ટ સુધી પહોંચાડવા માટે ખાસ વાન દ્વારા વેક્સીન સપ્લાય કરવા માટેનું આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જીલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસિયા, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મિણા, વિભાગીય નિયામક આરોગ્ય ડો.રૂપાલી મહેતા, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેષ ભંડેરી, અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યા અગ્રણીઓ બિનાબેન આચાર્ય, વી.પી.વૈશ્નવ, વિભાગીય ફાર્માસીસ્ટ આર.કે.ડોબરીયા તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.*
*રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.*
