*રાજકોટ શહેર ધારાશાસ્ત્રી સાંસદ અભય ભારદ્વાજની પ્રથમ માસીક પુણ્યતિથિએ મેગા રકતદાન કેમ્પની મુલાકાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી.*
*રાજકોટ શહેર તા.૨/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર ભાવનગર રોડ પર આવેલ પટેલવાડી માં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. ગુજરાત-સૌરાષ્ટ્રના જાણીતા ધારાશાસ્ત્રી અને સાંસદ સ્વ.અભય ભારદ્વાજની પ્રથમ માસીક પુણ્યતિથિએ ભવ્ય રકતદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ૧૦૦૦ બોટલ રકત એકત્ર કરવામાં આવ્યું હતું. રકતદાન કેમ્પની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ શુભેચ્છા મુલાકાત લઇને રકતદાન કેમ્પને બિરદાવ્યો હતો અને સ્વ.અભયભાઇ ભારદ્વાજની પ્રતિમા પાસે પુષ્પાંજલી અને દીપ પ્રાગ્ટય કર્યુ હતું. રકતદાન કેમ્પમાં પણ દિપ પ્રાગ્ટય અલકાબેન ભારદ્વાજના હસ્તે રાખવામાં આવેલ હતું. ભારદ્વાજ પરિવારના નીતિન ભારદ્વાજ, અંશ અભયભાઇ ભારદ્વાજ, અમૃતા ભારદ્વાજ, વંદના ભારદ્વાજ હાજર રહ્યા હતાં. સંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, કોર્પોરેટર જયમીન ઠાકર, પૂર્વ મેયર બિનાબેન આચાર્ય, માજી ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ધનસુખ ભંડેરી, કમલેશ મીરાણી, રાજુ ધ્રુવ સહિતના હાજર રહ્યા હતાં. બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના દિલીપભાઇ પટેલ, ભાજપ લીગલ સેલના ક્ધવીનર હિતેશ દવે, ધારાશાસ્ત્રી વિજય ભટ્ટ, દિનેશ પટેલ, વિમલ વેકરીયા, દિલીપ મહેતા, સમીર ખીરા, પ્રકાશસિંહ ગોહિલ, અતુલ જોશી, અનિલ ગોગીયા, બિનલ રવેશીયા, જયેશ જાની, રેવન્યુ બારના પ્રમુખ સી.એચ.પટેલ, સુમિતાબેન અત્રી, ડીજીપી એસ.કે.વોરા તથા પૂર્વ ધારાસભ્ય માધુભાઇ બાબરીયા, બ્રહ્મ સમાજના અગ્રણી પંકજ રાવલ સહિતના હાજર રહ્યા હતા.*



