Gujarat

*રાજકોટ શહેર મહાનગરપાલિકાના ડે.કમિશનર આર.કે.સિંઘ સહિતના અધિકારીઓનો કાફલો દંડા સાથે રસ્તા પર ચેકીંગ કરવા ઉતર્યો હતો.*

*રાજકોટ શહેર તા.૧૨/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાના ડે.કમિશનર આર.કે.સિંઘ સહિતના અધિકારીઓનો કાફલો દંડા સાથે રસ્તા પર ચેકીંગ કરવા ઉતર્યો હતો. લોકો માસ્ક પહેરે અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરે તે માટે સૂચનો કરાયા હતા. જો નિયમો પાલન કરવામાં ઉણા ઉતરશો તો જાહેરમાં દંડા પડશે તેમ સ્પષ્ટપણે આર.કે.સિંધના રૂઆબ પરથી લાગે છે. I.A.S દરજ્જાના અધિકારઓ આ રીતે રસ્તા પર ઉતરી હાથમાં દંડા લઈને ચાલીને ચેકીંગ કરે એ આશ્ચર્યજનક જ લાગે પણ નિયમોનું પાલન કરાવી કાયદાની અમલવારી કરાવવી એ પ્રાથમિક ફરજ છે. તો બીજી બાજુ, નિયમોનો ઉલાળીયો કરતા લોકોને ભાન કરાવવા માટે આમ કરવું પણ જરૂરી છે. વાયરસની ઝપેટમાં આવવાથી બચવા માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું તેમજ વારંવાર હાથ ધોવા અને ખાસ ગંદકીનો નિકાલ કરવો વગેરે જરૂરી બન્યું છે. પરંતુ ઘણા ઓછી માનસિકતા વાળા લોકો નિયમોનું ઉલ્લંઘન કરવામાં જ માનતા હોય તેમ ગાઈડલાઈન ભંગના કેસ સામે આવી રહ્યા છે. જેની સામે તંત્રએ પણ લાલ આંખ કરી છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *