Gujarat

*રાજકોટ શહેર ૮૦ ફુટ ચોકડી અમુલ સર્કલ પાસે B.M.W કારચાલક ડોક્ટરે બાઈકને ઉલાળ્યું, R.M.C કર્મચારીનું ઘટનાસ્થળે જ મોત.*

*રાજકોટ શહેર તા.૧૩/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેરમાં મોડી રાત્રે ૮૦ ફૂટ રોડ પર અમૂલ સર્કલ પાસે B.M.W કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. થોરાળા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પૂરપાટ ઝડપે આવતી B.M.W કાર નંબર GJ-12-AK 7785 કારે બાઇકચાલકને હડફેટે લીધો હતો. કાર ચાલક ડોક્ટર હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરની ભાગોળે ફાર્મ હાઉસમાં કારચાલક મિત્રો સાથ દારૂની મહેફીલ માણી પરત ફરતો હતો. ત્યારે આ બનાવ બન્યો હતો. જેમાં કોર્પોરેશન ખાતે ઢોર પકડતા કર્મચારીને બાઈક નંબર GJ-03-LK 3719 ઉલાળતા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. થોરાળા પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે B.M.W કાર ડોક્ટર લક્કીરાજ ભગવાનજી અકવાલિયા ચલાવતો હતો. અને લક્કીરાજે કેફી પદાર્થ પીધું હતું. જેના નશામાં કાર પરથી કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. પોલીસે લક્કીરાજની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રૈયા ગામના ૪૦ વર્ષીય જયંતીભાઈ રાઠોડ કોર્પોરેશનમાં ઢોર પકડવાનું કામ કરે છે. તેઓ પોતાની નોકરી પતાવીને પોતાના બાઈક લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા. એ દરમિયાન એક પૂરપાટ ઝડપે આવતી B.M.W કારે તેમને અડફેટે લેતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે આવી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે A.C.P એસ.આર.ટંડેલે જણાવ્યું હતું કે, ગઇકાલે અમુલ સર્કલ પાસે B.M.W કાર ચાલકે ખૂબ જ બેદરકારીથી અને પીધેલી હાલતમાં કાર ચલાવી હતી. તેણે બાઈકચાલકને અડફેટે લીધો હતો. આ ઘટનામાં બાઈકચાલક જયંતીભાઈનું મોત નીપજ્યું હતું. તેમજ કારચાલક લક્કીરાજ ને કલમ-૩૦૪ મુજબ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *