રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી S.O.G P.I આર.વાય.રાવલના માર્ગદર્શન હેઠળ P.S.I અસલમ અંસારી અને તેમની ટીમને મળેલી બાતમી આધારે વિરેન્દ્રસિંહ ઝાલા, અઝરૂદિનભાઈ બુખારી, યુનિવર્સીટી રોડ ઉપર સ્મુકાહ એક્સોટિક ફ્લેવર એન્ડ ફ્રેગ્રન્સ ૧૦૧ નામની દુકાનમાં દરોડો પાડી. ફોર સ્કેવર પ્લાઝા બિલ્ડીંગ માંથી આરોપી ભવ્ય જયેશભાઇ ગંધા ઉ.૨૨ રહે. ભક્તિનગર સર્કલ વાણીયાવાડી-૩/૭ જલારામ ચોક રાજકોટ. ની ધરપકડ કરી હતી.
પોલીસે તે દુકાનમાંથી હુક્કામાં વપરાતી વિવ્હડ બ્રાન્ડની ફ્લેવરની તમાકુ, ૨-હુક્કા, ૪૬-પાઇપ, કોલસાના ૧૦-પેકેટ, ઇલેક્ટ્રિક સગડી, ૫-ચીપિયા, ૪૬-ચીમની સહીત ૧,૪૪,૯૯૦ રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો. C.R.P.C કલમ-૧૦૨ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.વાય.રાવલ, એમ.એસ.અંસારી, ઝહીરભાઈ ખફીક, વિજેન્દ્રસિંહ ઝાલા, અઝરૂદિનભાઈ બુખારી, અનિલસિંહ ગોહિલ, જયુભા પરમાર, હરિભાઈ બાલાસરા, સોનાબેન મુળીયા, નાઓએ કામગીરી કરેલ હોય.
